‘ન્યાયતંત્રને પડકારવું કોંગ્રેસની જૂની આદત…’ રાહુલ ગાંધીના બચાવ પર ભાજપનો વળતો પ્રહાર
નવી દિલ્હીઃ 5 ઓગસ્ટ, 2025: BJP Counter on Congress: સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, કોંગ્રેસ બંધારણને લઈને નાટક કરે છે, પરંતુ તેમાં માનતી નથી. તે ન્યાયતંત્રમાં માનતી નથી. તે એક પરિવારને દેશ અને બંધારણથી ઉપર માને છે. રિજિજુની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ઘણા વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓએ રાહુલ ગાંધી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને ખોટી ગણાવી હતી.
શું હતો કેસ?
સુપ્રીમ કોર્ટે લખનૌની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલી સુનાવણી પર રોક લગાવી દીધી હતી. તેમણે 2022માં ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન સેના વિશે નિવેદન આપ્યું હતું. પરંતુ કોર્ટે તેમને ઠપકો પણ આપ્યો અને કહ્યું કે, જો તેઓ ખરેખર ‘સાચા ભારતીય’ હોત, તો તેમણે ક્યારેય આવું નિવેદન ન આપ્યું હોત.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ચીને 2,000 ચોરસ કિલોમીટરથી વધુ ભારતીય જમીન પર કબજો કર્યો હતો. આ વિશે કોર્ટે પ્રશ્ન કર્યો કે તેમને આ માહિતી કેવી રીતે મળી.
રાહુલ ગાંધીના સમર્થનમાં ઉતરી બહેન પ્રિયંકા
રાહુલ ગાંધીના સમર્થનમાં બહાર આવતા, તેમની બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, સાચો ભારતીય કોણ છે તે નક્કી કરવાનું કામ ન્યાયાધીશોનું નથી. તેમણે સંસદ ભવનમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ‘માનનીય સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના સન્માન સાથે, હું કહેવા માંગુ છું કે સાચો ભારતીય કોણ છે તે નક્કી કરવાનું તેમનું કામ નથી. વિપક્ષી નેતાનું કામ છે સરકારને પ્રશ્ન પૂછવા અને પડકારવાનું.’
આ મુદ્દે રિજિજુએ કહ્યું કે, ખડગેએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું હવે સંસદની બહાર સેના અને પોલીસ તૈનાત કરવામાં આવશે? જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સંસદની સુરક્ષા માટે જવાબદાર CISF કર્મચારીઓને ગૃહની અંદર ‘માર્શલ’ તરીકે તૈનાત કરવામાં આવ્યા છે, ત્યારે તેમણે કહ્યું કે જે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં ગૃહને સંભાળવા માટે તૈનાત કરવામાં આવે છે તેને ‘માર્શલ’ કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે આખરે માર્શલ ક્યાંકને ક્યાંકથી તો લાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ અજય દેવગણે પત્ની કાજોલના જન્મદિવસ પર આ ખાસ રીતે પાઠવી શુભેચ્છા
આ પણ વાંચોઃ ઉત્તરકાશી દુર્ઘટના બાદ હરિદ્વારમાં પણ હાઇ એલર્ટ! ગંગાનું જળસ્તર જોખમની નિશાનીએ પહોંચ્યું












