ટ્રેન્ડિંગનેશનલ

ઉત્તરકાશી દુર્ઘટના બાદ હરિદ્વારમાં પણ હાઇ એલર્ટ! ગંગાનું જળસ્તર જોખમની નિશાનીએ પહોંચ્યું

ઉત્તર પ્રદેશઃ 5 ઓગસ્ટ, 2025: Haridwara on Aleart: ઉત્તરકાશીમાં તાજેતરમાં આવેલી પૂરની ઘટના બાદ હરિદ્વાર જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ સંપૂર્ણપણે સતર્ક થઈ ગયા છે. સોમવારે ગંગાના પાણીનું સ્તર જોખમની નિશાનની નજીક પહોંચી ગયું હતું, જેના કારણે વહીવટીતંત્રે સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.

હરિદ્વારમાં સતત વરસાદને કારણે ગંગાના પ્રવાહમાં ઘણો વધારો થયો છે. અધિકારીઓનું માનવું છે કે, ઉત્તરકાશી ઘટનાની અસરને કારણે આગામી 8 થી 12 કલાકમાં ગંગાના પાણીનું સ્તર વધુ વધી શકે છે. આ પહેલા પણ વહીવટીતંત્રે નદી કિનારે રહેતા લોકોને સાવધાન રહેવાની ચેતવણી આપી હતી.

ગંગાનું જળસ્તર જોખમી નિશાનની નજીક

પોલીસે લાઉડસ્પીકર અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને ગંગા ઘાટ અને નદી કિનારે ન જવા ચેતવણી આપી છે. ભક્તો અને સ્થાનિક લોકોને પણ કહેવામાં આવ્યું છે કે, તેઓ હાલ પૂરતું ગંગામાં સ્નાન ન કરે અથવા તેના કિનારે બેસવાનું ટાળે.

વહીવટીતંત્રની ટીમ પાણીના સ્તર પર સતત નજર રાખી રહી છે. આ સિવાય રાહત અને બચાવ ટીમોને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. હરિદ્વારના તમામ મુખ્ય ઘાટો પર પોલીસ તૈનાતી વધારી દેવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે, પાણીનું સ્તર વધુ વધતાંની સાથે જ ઘાટો પર અવર-જવર સંપૂર્ણપણે બંધ કરી શકાય છે. હાલમાં કોઈ મોટું જોખમ નથી, પરંતુ સાવચેત રહેવું જરૂરી છે.

હરિદ્વારમાં હાઇ એલર્ટ

ગંગાનું જળસ્તર આજે સવારે લગભગ 6 વાગ્યે 293 મીટર પર પહોંચી ગયું હતું અને ત્યારબાદ સવારે 8 વાગ્યે તે વધીને 293.10 મીટર થયું હતું, જે 293 મીટરના ચેતવણી સ્તરથી 10 સેન્ટિમીટર ઉપર છે. હાલમાં ગંગા આ જળસ્તર પર વહે છે. ગંગાનું ભયનું સ્તર 294 મીટર નક્કી કરવામાં આવ્યું છે અને હાલમાં ગંગાનું પાણી તેનાથી 0.90 મીટર નીચે વહી રહ્યું છે.

સતર્કતાની અપીલ

પાણીના સ્તરમાં સતત ફેરફારને ધ્યાનમાં રાખીને, સિંચાઈ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ભીમગોડા બેરેજ પર તૈનાત છે અને જિલ્લા વહીવટીતંત્રને દરેક ક્ષણે માહિતી આપી રહ્યા છે. વળી, જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દિક્ષિતે તમામ પ્રાદેશિક અધિકારીઓ અને કર્મચારીઓને ક્ષેત્રમાં તૈનાત રહેવા સૂચના આપી છે. આ ઉપરાંત, સ્થાપિત પૂર ચોકીઓને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. ડીએમએ નાગરિકોને નદી કિનારાથી દૂર રહેવા અને ફક્ત નિયુક્ત સ્થળોએ જ સ્નાન કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચોઃ રાજ્યના માછીમારો માટે મોટા સમાચાર, OBM બોટ માટે અપાતી કેરોસીન-પેટ્રોલની સહાયમાં કરાયો વધારો

આ પણ વાંચોઃ ”અમારા વિશે પણ વિચારો” , અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ ટીવી કલાકારો માટે શું માગ કરી?

Back to top button