Bihar Election Result: મત ગણતરી વચ્ચે તેજસ્વી યાદવે શું આપ્યું મોટું નિવેદન?

પટના, તા. 14 નવેમ્બર, 2025: બિહારમાં વિધાનસભા ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે. અહીં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે મુકાબલો જોવા મળી રહ્યો છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન આજે સવારે-સવારે આરજેડી નેતા તેજસ્વી યાદવ તેમની માતા રાબડી દેવીના ઘરેથી પોતાના ઘરે પહોંચ્યા હતા. તેજસ્વી યાદવ આ દરમિયાન ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું, “અમારી જીત થવાની છે, અમે જીતી રહ્યા છીએ. બદલાવ આવશે. અમે સરકાર બનાવી રહ્યા છીએ.
વિજય સિન્હાએ નિશાન સાધ્યું આ દરમિયાન, બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાએ આરજેડી નેતા તેજસ્વી યાદવ પર કટાક્ષ કરતા કહ્યું કે રાજ્યમાં લોકો “જંગલ રાજના યુવરાજ”ને કડક સંદેશ આપીને “જમીનદારી ભાવ (જમીનદારીની સંસ્કૃતિ)”ને ખતમ કરી દેશે. લખીસરાય વિધાનસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર વિજય કુમાર સિન્હાએ જણાવ્યું, “જનતા નક્કી કરશે કે ચૂંટણી કોણ જીતશે. ‘પરિવારવાદી લોકો’ રાજનીતિને પોતાની જાગીર માને છે. પરંતુ બિહારની જનતા સોનાની ચમચી લઈને જન્મેલા ‘જંગલ રાજ’ના ‘યુવરાજ’ને કડક સંદેશ આપશે. બિહારના લોકો આ જમીનદારી ભાવને ખતમ કરી દેશે.”
બિહારમાં આ પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થયું હતું. બંને તબક્કામાં મતદાનની ટકાવારી 67.13% રહી, જે 1951 પછી અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. કુલ મળીને જોવામાં આવે તો બિહારની જનતાએ છપ્પર ફાડીને મતદાન કર્યું. આ ઉપરાંત, આજે પરિણામોનો દિવસ છે અને સૌની નજર એ વાત પર ટકેલી છે કે બિહારમાં આગામી સરકાર કોની બનવાની છે. જોકે આ પણ થોડી જ વારમાં નક્કી થઈ જશે.












