વડોદરામાં બાળકોને અપાતી કફ સીરપ કેસમાં મોટો ખુલાસો

- સીતાપુરમાં કફ સિરપથી બે બાળકની તબિયત ગંભીર બની
- આખરે આરોગ્ય વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે
- ડોક્ટર પાસે દવા આપવાની ડિગ્રી ન હોવાનું સામે આવ્યું
વડોદરામાં બાળકોને કફ સીરપ કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં ડોક્ટર પાસે દવા આપવાની ડિગ્રી ન હોવાનું સામે આવ્યું છે. આખરે આરોગ્ય વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગુજરાત મેડિકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. અશ્વિન પનોતે બે બાળકોને કફ સીરપ આપતા તબિયત લથડી હતી. ગઈકાલથી જુદા જુદા વિભાગો દ્વારા તપાસ કરવામાં આવી હતી. ડોક્ટર પાસે દવા રાખવાનું લાયસન્સ ન હોવાનું સામે આવ્યું છે.
સીતાપુરમાં કફ સિરપથી બે બાળકની તબિયત ગંભીર બની
મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ જીવલેણ સિરપ! બાળકોને કફ સીરપ પીવડાવતા પહેલા રહેજો સાવધ! વડોદરાના સીતાપુરમાં કફ સિરપથી બે બાળકની તબિયત ગંભીર બની હતી. હાલમાં બંને બાળકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સિરપના કારણે ખેંચ અને અનકોન્સિયસ જેવા લક્ષણો છે. તથા તાવ, ખાંસી આવતા BHMS ડોક્ટરે સિરપ આપી હતી. બંને બાળકો શ્રમજીવી પરિવારના હોવાનું સામે આવ્યું છે.
વધુ પડતો ડોઝ કે પ્રતિબંધિત સિરપને લઈ સવાલ ઉભા થયા
વધુ પડતો ડોઝ કે પ્રતિબંધિત સિરપને લઈ સવાલ ઉભા થયા છે. ત્યારે સીરપ અંગે કેન્દ્ર સરકારે એડવાઈઝરી બહાર પાડી છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કથિત રીતે કફ સિરપના પીવાથી બાળકોના મૃત્યુની ઘટનાઓ બાદ કેન્દ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ એડવાઇઝરી જારી કરી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ (DGHS) એ સ્પષ્ટ કહ્યું છે કે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ અને શરદીની દવા સિરપ આપવી જોઈએ નહીં.
કડક દેખરેખ અને યોગ્ય ડોઝનું કડકપણે પાલન થવું જોઈએ
સરકારે કહ્યું છે કે સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ આ દવાઓ લેવાની ભલામણ કરવામાં આવતી નથી. કોઈ પણ દવાના ઉપયોગ માટે સાવચેતીપૂર્વક તબીબી મૂલ્યાંકન કડક દેખરેખ અને યોગ્ય ડોઝનું કડકપણે પાલન થવું જોઈએ. ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કથિત રીતે પ્રતિબંધિત કફ સિરપ પીવાથી કુલ 11 બાળકોના મોત થયા છે. એકલા છિંદવાડા જિલ્લામાં મૃત્યુઆંક વધીને નવ થયો હોવાનું માનવામાં આવે છે. એસોસિયેટ પ્રોફેસર ડૉ. પવન નંદુરકરના જણાવ્યા મુજબ, મૃત્યુ અને કિડનીની ઈજાનો કેસ ‘કોલ્ડ્રિફ’ કફ સિરપ સાથે જોડાયેલો છે.
આ પણ વાંચો: ગુજરાત BJP માં નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ, જાણો ક્યારે છે શપથગ્રહણની શક્યતા












