ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

26 જાન્યુઆરીની પરેડ માટે અમેરિકી પ્રમુખને આમંત્રણ, સ્વીકારવા અંગે બાઇડેનને અવઢવ

ભારતમાં પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે વિદેશી નેતાઓને આમંત્રણ આપવામાં આવે છે. તે અંતર્ગત 2024ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા G20 સમિટ સમયે દ્વિપક્ષી બેઠક દરમિયાન આમંત્રણ આપવામાં આપ્યું હતું તેમ અમેરિકન રાજદૂત એરિક ગેરસેટીએ જણાવ્યું હતું.

જો બાઇડેન આમંત્રણ સ્વીકારે તો બરાક ઓબામા પછી મુખ્ય અતિથિ તરીકે આવનારા બીજા અમેરિકી પ્રમુખ હશે. ઓબામા 2015માં પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ હતા.

પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમયે ભારત ક્વાડ સમિટનું આયોજન કરે છે તે અંગે રાજદ્વારી વર્તુળોમાં નોંધપાત્ર અટકળો ચાલી રહી છે કે, ભારત ગણતંત્ર દિવસની ઉજવણી માટે ક્વાડ દેશોના નેતાઓને આમંત્રિત કરવાની યોજના બનાવી રહ્યું છે. ભારત અને યુએસ ઉપરાંત ક્વાડના અન્ય બે સભ્યો ઓસ્ટ્રેલિયા અને જાપાન છે. ત્યારે ગેરસેટીએ ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસના જૂથની બેઠક જાન્યુઆરીમાં યોજવામાં આવશે કે કેમ તેને અનુમોદન આપ્યું નથી.

ભારત ગણતંત્ર દિવસની ઉજવણી માટે ક્વાડ રાષ્ટ્રોના નેતાઓને આમંત્રિત કરવાની યોજના બનાવી રહ્યું છે. ભારત અને યુએસ ઉપરાંત ક્વાડના અન્ય બે સભ્યો ઓસ્ટ્રેલિયા અને જાપાન છે. ઉલ્લેખનીય છે કે, ભારતે 2018માં પ્રજાસત્તાક દિવસની પરેડ માટે તત્કાલિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ આપ્યું હતું . જો કે, ઘરઆંગણાના પૂર્વનિર્ધારિત કાર્યક્રમોને કારણે ટ્રમ્પને આમંત્રણ નકારવું પડ્યું હતું. 2021 અને 2022 માં કોવિડ -19 રોગચાળાને કારણે કારણે ઉજવણીમાં કોઈ મુખ્ય અતિથિઓ આવી શક્યા ન હતા.

તેમજ ઘણા મોટા પશ્ચિમી નેતાઓ આ પહેલા પ્રજાસતાક દિવસના મુખ્ય મહેમાન રહી ચૂક્યા છે. તેમાંથી જેક શિરાક, ફ્રાન્કોઇસ હોલેન્ડ, નિકોલસ સરકોઝી અને ફ્રાન્સના વેલેરી ગિસ્કર્ડ ડી’ઇસ્ટાઇંગ. 1979માં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન માલ્કમ ફ્રેઝર હતા. ત્યારબાદ બ્રિટિશ વડા પ્રધાન જ્હોન મેજરને 1993માં આ સન્માન મળ્યું હતું.

PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ -humdekhengenews

મોદી અને બાઇડેન છેલ્લે સપ્ટેમ્બરની શરૂઆતમાં નવી દિલ્હીમાં જી-20 સમિટ દરમિયાન મળ્યા હતા. બંને પક્ષોએ પશ્ચિમ એશિયા અને યુરોપિયન યુનિયનમાં ભાગીદારો સાથે ભારત મિડલ ઇસ્ટ ઇકોનોમિક કોરિડોર (IMEC) માટેની યોજનાઓનું અનાવરણ કર્યું હતું. આ આમંત્રણ ભારત અને યુ.એસ. વચ્ચેના વધતા જતા ગાઢ સંબંધોને પ્રતિબિંબિત કરે છે, જે હવે વેપાર અને ઉર્જાથી લઈને સંરક્ષણ અને અવકાશ સહયોગ સુધીની શ્રેણીને ચલાવે છે. મોદી પોતે આ વર્ષે જૂનમાં અમેરિકાની હાઈ-પ્રોફાઈલ રાજ્યની મુલાકાતે ગયા હતા.

આ પણ વાંચો : વાઇબ્રન્ટ સમિટના 20 વર્ષ પૂરા થતાં રાજ્ય સરકાર ઉજવણી કરશે

Back to top button