ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઓડિશામાં ભુવનેશ્વર જતું પ્લેન ક્રેશ, પાઈલટને ગંભીર ઈજાઓ

  • આ ઈન્ડિયન વન એરનું 9 સીટર વિમાન હતું. જે રાઉરકેલાથી ભુવનેશ્વર જતું હતું. આ વિમાનમાં કુલ 7 લોકો સવાર હતા

HD ન્યુઝ ડેસ્કઃ ઓડિશાના રાઉરકેલામાં એક 9 સીટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત plane crash થઈ ગયું છે. આ ઘટના શનિવારે બપોરે બની છે. આ ઈન્ડિયન વન એરનું 9 સીટર વિમાન હતું. જે રાઉરકેલાથી ભુવનેશ્વર જતું હતું. આ વિમાનમાં કુલ 7 લોકો સવાર હતા જેમાં 6 મુસાફર અને 1 પાઈલટ સામેલ છે.

વિમાન રાઉરકેલાથી ઉડાણ ભર્યા બાદ 17 કિલોમીટરના અંતર પર જ ઘટનાનો શિકાર બન્યું હતું, જોકે તેમાં કોઈ વધુ જાનહાનિના સમાચાર નથી. જે લોકોને ઈજાઓ થઈ છે તેમને નજીકની હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. હાલમાં દુર્ઘટનાના કારણોની જાણ થઈ શકી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાઉરકેલાથી લગભગ 10થી 15 કિલોમીટરના અંતરે આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઘટનાની સુચના મળતા જ સ્થાનિક અધિકારીઓ અને રેસ્ક્યુ ટીમના લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને તમામ યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢીને ઈલાજ માટે હોસ્પિટલ મોકલી દીધા હતા.

આ પણ વાંચોઃ આંધ્રપ્રદેશ: ચાલતી ટ્રેનમાંથી પડ્યો ડિલિવરી બોય, વીડિયો વાયરલ

Back to top button