અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ભાવનગર: રખડતી ગાયોનો વૃદ્ધ પર જીવલેણ હુમલો તો બીજીબાજુ રથયાત્રામાં SPની હાજરીમાં ઢોરનો આતંક, જુઓ VIDEO

1 જુલાઈ 2025 ભાવનગર: ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કોર્પોરેશન દ્વારા રસ્તે રખડતા ઢોર, ગાયો, શ્વાનને કાબુમાં કરવા માટે તેમજ તેમની રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ જો પ્રાણીઓ કોઈ ખાનગી માલિકીના હોય તો તેમને સૂચિત કરી દંડ કરવાનો હોય તેમજ રસ્તે રખડતા ઢોરોને પોતાના હસ્તક લઈ લોકોની જાનમાલની સુરક્ષા કરવાની જવાબદારી સ્થાનિક સરકારની છે તેમજ તે માટે અલગથી કોર્પોરેશનમાં સરકારી ખાતાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ભાવનગર શહેરમાં રખડતી ગાયો અને ઢોરનો આતંક વધુ પડતો જોવા મળ્યો છે. હદ તો ત્યારે થઈ ગઈ જયારે કોર્પોરેશનના ઢોર વિભાગ તથા જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલની હાજરીમાં ઢોરે તરખાટ મચાવ્યો અને એ પણ સામાન્ય દિવસ નહીં પરંતુ રથયાત્રાનો દિવસ હતો.

SP હર્ષદ પટેલ તેમજ ઢોર વિભાગની હાજરી તરખાટ
મળતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી 40મી રથયાત્રા આ વખતે નીકળી હતી. જેમાં ચાલુ રથયાત્રામાં ભાવનગરના SP હર્ષદ પટેલ તેમજ ઢોર વિભાગની હાજરીમાં રથયાત્રામાં ઢોરે તરખાટ મચાવ્યો હતો. ચાલુ રથયાત્રામાં લોકોને ઈજા થાય તે રીતે ઢોર તથા ગાયો ઘુસી જવા પામી હતી અને ઢોર વિભાગ મુક દર્શક બની જોઈ રહ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

2 વૃદ્ધો પર જીવલેણ હુમલો; CCTVમા ઘટના કેદ
આ પહેલા પણ બે ગાયો દ્વારા બે અલગ અલગ વૃદ્ધો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને વૃદ્ધોને બચાવ્યા હતા. આ બનાવના CCTV સમગ્ર રાજ્યમાં વાયરલ થઈ રહ્યા છે. સાથે જ એક વૃદ્ધોની હાલત એટલી ગંભીર હતી કે તે ગાયના હુમલામાં રસ્તા પર જ બેભાન થઈ ગયા હતા જેમને ત્યાં હાજર રહેલા લોકો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને આ બનાવ એકમાત્ર નહિ પરંતુ અગાઉ પણ આવા અવારનવાર બનાવો ભાવનગર શહેરમાં સામે આવી ચૂક્યા છે ત્યારે કોર્પોરેશનની કામગીરી ઉપર પણ સવાલ થઈ રહ્યા છે. એક બાજુ સરકાર દ્વારા રસ્તે રખડતા ઢોર તથા ગાયો અંકુશ લગાડવા માટે અલગ અલગ કડક પ્રકારના નિયમો બનાવવામાં આવી રહ્યા છે. બીજી બાજુ આ કામગીરીની અસર શહેરમાં તથા ગામડાઓમાં નહીવત જોવા મળી રહી છે. ત્યારે આ પ્રકારની સમસ્યાઓમાં ભાવનગર મોખરે જોવા મળી રહ્યું છે. જો હજુ પણ સત્વરે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવશે કે ફરી એકવાર નવી ઘટના ભાવનગર શહેરમાં સામે આવશે તે જોવાનું રહ્યું!

Back to top button