ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી: પોલીસ એક્શન મોડમાં

ભરૂચ, 15 મે 2025: ગુજરાતમાં અગાઉ એરપોર્ટ, ક્લાઈટ, હોટલ, સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે. ત્યારે હવે મંદિરને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે. ભરૂચમાં BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. ભરૂચ પોલીસ કંટ્રોલરૂમને બેવાર કોલ કરીને આ ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાને ગંભીરતાથી લેતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.
શખસની પૂછપરછ હાથ ધરી છે. ધમકીભર્યો કોલ દહેજ બાયપાસ રોડ પરથી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ધમકીનો કોલ માત્ર ટીખળ માટે કરવામાં આવ્યો હોય શકે છે. જોકે, પોલીસ આ મામલે કોઇપણ શક્યતા નકારી રહી નથી અને વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ પોલીસ દ્વારા આ મામલે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે. આ ઘટનાને લઈને શહેરમાં ચિંતાનો માહોલ છે, પરંતુ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના પગલે રાજ્ય પોલીસ તંત્રે ખાસ સતર્કતા અપનાવી છે. ભરૂચના એસ.પી.મયુર ચાવડા તાકીદ કરવામાં આવી હતી કે કોઈ પણ ખોટી, ઉશ્કેરણીજનક કે ભય પેદા કરતી માહિતી આપનાર સામે કડક પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો..સેમસંગનો આ ફોન અડધી કિંમતે છે ઉપલબ્ધ: ફ્લિપકાર્ટ પર બમ્પર ઓફર












