ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરીહેલ્થ

ભાગ્યશ્રીએ શેર કરી PCOS માટે ફાયદાકારક ટી, જાણો બનાવવાની રીત

tea for PCOS:   બોલિવૂડ અભિનેત્રી ભાગ્યશ્રી આજે પણ પોતાની ફિટનેસ અને સુંદરતાને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રી નિયમિત યોગ અને હેલ્ધી ડાયેટ દ્વારા પોતાને ફિટ રાખે છે. સોશિયલ મીડિયા પર પણ ભાગ્યશ્રી સમયાંતરે ફિટનેસ અને હેલ્થ સંબંધિત વીડિયો શેર કરતી રહે છે. હાલમાં તેમણે મહિલાઓમાં સામાન્ય બની રહેલી હોર્મોનલ સમસ્યા PCOS (Polycystic Ovary Syndrome) અંગે ખાસ માહિતી શેર કરી છે.

ભાગ્યશ્રીના જણાવ્યા અનુસાર, PCOSને નિયંત્રિત કરવામાં મુલેઠીની ચા ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. PCOS એક હોર્મોનલ સમસ્યા છે જેમાં મહિલાઓને અનિયમિત પિરિયડ્સ, ચહેરા પર વાળ વધવા, વજન વધવું અને ખીલ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ડોક્ટરોના મતે, યોગ્ય ડાયેટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ દ્વારા આ સમસ્યાને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online)

મુલેઠીની ચા કેવી રીતે બનાવવી?

ભાગ્યશ્રીએ વીડિયોમાં જણાવ્યું કે મુલેઠી શરીરમાં એન્ડ્રોજન હોર્મોનનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે, જેના કારણે PCOSના લક્ષણોમાં રાહત મળી શકે છે.

મુલેઠીની ચા બનાવવા માટે:

  • મુલેઠીની જડનો નાનો ટુકડો લો
  • એક કપ પાણીમાં તેને ઉમેરો
  • 5થી 7 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળો
  • પછી ગાળી ને ગરમાગરમ પીવો

આ ચા નિયમિત રીતે પીવાથી PCOSને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.

PCOS નિયંત્રિત કરવા માટે શું કરવું?

હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, PCOS માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ ખૂબ મહત્વપૂર્ણ છે. રોજિંદા આહારમાં ફળો, લીલી શાકભાજી, દાળ, સંપૂર્ણ અનાજ, નટ્સ અને સીડ્સનો સમાવેશ કરવો જોઈએ. સાથે જ નિયમિત વ્યાયામ, યોગ અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓ પણ લાભદાયક ગણાય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું રાખવું અને શરીરમાં વિટામિન Dનું લેવલ યોગ્ય રહે તે માટે દરરોજ થોડો સમય સૂર્યપ્રકાશમાં રહેવું પણ જરૂરી માનવામાં આવે છે. આ ઉપરાંત તણાવ ઓછો કરવો અને નિયમિત ઊંઘ લેવી પણ PCOSમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે યોગ્ય જીવનશૈલી અપનાવવાથી માત્ર PCOS જ નહીં પરંતુ વજન નિયંત્રણ, પ્રજનન ક્ષમતા સુધારવા અને ડાયાબિટીસ તથા હૃદયરોગના જોખમને પણ ઘટાડવામાં મદદ મળે છે.

Disclaimer

આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ ડાયેટ, ઘરેલુ ઉપાય અથવા ફિટનેસ રૂટીન શરૂ કરતા પહેલાં નિષ્ણાત ડોક્ટર અથવા હેલ્થ એક્સપર્ટની સલાહ અવશ્ય લો. વ્યક્તિગત સ્વાસ્થ્ય અનુસાર પરિણામો અલગ હોઈ શકે છે.

આ પણ વાંચો : Gold Silver Rate: સોના ચાંદીમાં ભાવ વધ્યા કે ઘટ્યા? જાણો લેટેસ્ટ કિંમત

Back to top button