IPL 2026 ફાઇનલને લઈને BCCIનો મોટો ખુલાસો: KSCA પર વધારાના ફ્રી ટિકિટોની માંગનો આરોપ

BCCI’s big revelation : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ના પ્લેઓફ અને ફાઇનલ મેચોને લઈને હવે મોટો વિવાદ સામે આવ્યો છે. BCCIના એક અધિકારીએ એવો દાવો કર્યો છે કે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) દ્વારા નિયમ કરતાં ઘણાં વધારે ફ્રી ટિકિટોની માંગ કરવામાં આવી હતી, જેને લઈને બોર્ડ ચિંતિત બન્યું હતું.
માહિતી મુજબ, IPL 2026 ના પ્લેઓફ મુકાબલા અલગ-અલગ શહેરોમાં યોજાશે. ધર્મશાળા અને મુલ્લાંપુરમાં નોકઆઉટ મેચો રમાશે, જ્યારે ફાઇનલ મુકાબલો અમદાવાદ માં યોજાવાનો છે. આ નિર્ણય બાદ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ફાઇનલ યોજાવાની આશાઓ સમાપ્ત થઈ ગઈ છે.
ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં BCCI અધિકારી સૈકિયાએ જણાવ્યું કે IPLના નિયમો અનુસાર યજમાન રાજ્ય ક્રિકેટ એસોસિએશનને સ્ટેડિયમની કુલ ક્ષમતાના માત્ર 15 ટકા જેટલા ફ્રી ટિકિટો જ ફાળવી શકાય છે. આ નિયમ દરેક રાજ્ય એસોસિએશન માટે સમાન રીતે લાગુ પડે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તેમણે વધુમાં કહ્યું કે BCCIને માહિતી મળી હતી કે KSCA લીગ મેચો દરમિયાન નિર્ધારિત મર્યાદા કરતાં ઘણી વધુ ટિકિટોની માંગ કરી રહ્યું હતું. ત્યારબાદ બોર્ડે એસોસિએશન પાસે સ્પષ્ટતા માંગી હતી.
સૈકિયાના જણાવ્યા અનુસાર, 2 મેના રોજ KSCA તરફથી મળેલા જવાબથી BCCI આશ્ચર્યચકિત થઈ ગયું હતું. કારણ કે એસોસિએશને પહેલેથી નક્કી કરાયેલા કોટા ઉપરાંત હજારો વધારાના ટિકિટોની માંગ કરી હતી.
અહેવાલ મુજબ, KSCAએ સ્થાનિક ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યો તેમજ કર્ણાટક સરકાર માટે પણ ફ્રી પાસોની માંગણી કરી હતી. કુલ મળીને વધારાની ટિકિટોની સંખ્યા આશરે 10 હજાર સુધી પહોંચી હોવાનું કહેવાય છે.
આ પહેલા માર્ચ 2026માં કર્ણાટકના ઉપમુખમંત્રી ડી.કે. શિવકુમાર એ જાહેરાત કરી હતી કે ધારાસભ્યોને IPLની ફ્રી ટિકિટ આપવામાં આવશે. આ મુદ્દો કર્ણાટક વિધાનસભામાં પણ ઉઠ્યો હતો, જ્યાં કેટલાક ધારાસભ્યોએ સ્ટેડિયમમાં બેઠક વ્યવસ્થાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.
હવે આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને IPL જેવી મોટી ટૂર્નામેન્ટમાં ફ્રી ટિકિટોની માંગને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો : સલમાન ખાન હવે મનાલીમાં કરશે શૂટિંગ? નયનતારા સાથેની નવી ફિલ્મને લઈને મોટી અપડેટ












