IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

શુભમન ગીલે જણાવ્યું ક્યાં થઈ ભૂલ! કયા સમયે હાથમાંથી સરકી ગઈ મેચ?

Shubman Gill  On IPL: આઈપીએલ 2026ની ફાઈનલ મેચમાં ઘરઆંગણે હારનો સામનો કરવો પડ્યો ત્યારે ગુજરાત ટાઈટન્સના કપ્તાન શુભમન ગિલએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં હારના કારણો સ્પષ્ટ કર્યા.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ગુજરાત ટાઈટન્સની ટીમ માત્ર 155 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આરસીબીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને છેલ્લે 5 વિકેટે મેચ જીતી લીધી.

શુભમન ગિલે કહ્યું: “મને લાગે છે કે જો અમે 180-190ની આસપાસ સ્કોર બનાવી શક્યા હોત તો આ મેચ સારી રીતે રમી શકાઈ હોત.”

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગિલે પિચ વિશે વાત કરતાં કહ્યું, “પિચ થોડી ધીમી અને ડબલ પેસવાળી હતી. અમે જોયું છે કે અહીં પહેલા ૩-૪ ઓવરમાં સ્વિંગ મળે છે.” તેમણે ઉમેર્યું કે શરૂઆતમાં જ કેટલાક વિકેટ્સ ગુમાવવાને કારણે ટીમની લય બગડી ગઈ અને મિડલ ઓવર્સમાં રન બનાવવામાં મુશ્કેલી પડી.

પાવરપ્લે પર ખાસ ભાર: ગિલે કહ્યું, “અમે જાણતા હતા કે ફાઈનલ છે. જો પાવરપ્લેમાં ૧૫-૨૦ રન વધુ બનાવી શક્યા હોત અથવા વિરોધીને ૫૦-૫૫ની આસપાસ રોકી શક્યા હોત તો હજુ પણ મેચ અમારા હાથમાં હોત.”

ટીમની પ્રશંસા કરતાં ગિલે કહ્યું, “અમે આ સીઝનમાં સૌથી સારી બોલિંગ યુનિટ્સમાંથી એક હતા. પહેલા બે મેચ હાર્યા પછી અમે જે રીતે પાછા ફર્યા, તે અમારી માનસિક મજબૂતી દર્શાવે છે. અમે ટ્રોફી ન જીતી શક્યા, પરંતુ ઘણી વાતોમાં સુધારો કરી શકીએ છીએ.”

આ હાર છતાં ગુજરાત ટાઈટન્સે આ સીઝનમાં ઘણી સારી પ્રદર્શન કર્યું હતું અને ફાઈનલ સુધી પહોંચવું તે પોતે એક મોટી સિદ્ધિ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આજે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 50 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે

Back to top button