બેન્ક ઓફ અમેરિકાની કંપનીએ રિલાયન્સના 2.95 લાખ શેર ખરીદ્યા

નવી દિલ્હી, 31 ઓક્ટોબર, 2025: બેન્ક ઓફ અમેરિકા સિક્યોરિટીઝે ગઇકાલે ઓપન માર્કેટમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 2.95 લાખ શેર આશરે રૂ. 44 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. નેશનલ સ્ટોલ એક્સચેંજ (NSE) પર બ્લોક ડીલના આંકડાઓ અનુસાર BofA સિક્યોરિટીઝે પોતાની સહયોગી કંપની બોફા સિક્યોરિટીઝ યુરોપ SA મારફતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 2,95,600 શેર ખરીદ્યા હતા. સિક્યોરિટીઝ યુરોપ SA, બેન્ક ઓફ અમેરિકાની પેટા કંપની છે.
આ સોદો આશરે રૂ. 43.62 કરોડનો હતો અને સરેરાશ રૂ. 1,474.50 પ્રતિ શેરના ભાવે કરવામાં આવ્યો હતો. દરમિયાન, હોંગકોંગ સ્થિત એસેટ મેનેજમેન્ટ ફર્મ કેડેન્સા કેપિટલે તેની શાખા કેડેન્સા માસ્ટર ફંડ દ્વારા સમાન ભાવે સમાન સંખ્યામાં શેર વેચ્યા હતા. ગુરુવારે NSE પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 0.98 ટકા ઘટીને રૂ. 1,489.50 પ્રતિ શેર પર બંધ થયા હતા.
આ પણ વાંચોઃ સરકારી કંપનીઓ અમેરિકા અને અબુધાબીથી ખરીદી રહી છે ક્રૂડ, રશિયન ઓઇલ પ્રતિબંધ વચ્ચે મોટો નિર્ણય












