ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં ઘરની સામે રહેતો યુવક જ સગીરાને ભગાડી ગયો

પાલનપુર: બનાસકાંઠાના ડીસામાં ઘરની સામે રહેતો યુવક 14 વર્ષીય સગીરાને ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. જે મામલે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે બંને યુવક-યુવતીની શોધ હાથ ધરી છે.

લગ્નની લાલચ આપનાર યુવક સામે ફરિયાદ

ડીસાના ભોપાનગરમાંથી એક સગીરાનું લગ્નની લાલચે અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ભોપાનગર વિસ્તારમાં રહેતો એક વ્યક્તિ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ત્રણ દિવસ અગાઉ કામ અર્થે ધાનેરા મુકામે ગયા હતા અને રાત ત્યાં જ રોકાયા હતા. તે દરમિયાન વહેલી સવારે તેમની પત્નીનો મોબાઇલ પર ફોન આવ્યો હતો અને તેમની દીકરી ગુમ થઈ ગઈ હોવાનું જણાવતા તેઓ તરત જ પોતાના ઘરે પરત ફર્યા હતા. તેમની પત્નીના જણાવ્યા મુજબ ચાર દિવસ અગાઉ 21 તારીખની રાત્રે રાબેતા મુજબ તેઓ મોડી રાત્રે ઘરનું કામકાજ પતાવી ઓસરીમાં સુતા હતા. વહેલી સવારે જ્યારે તેમની પત્ની જાગીને જોતા તેમની દીકરી દેખાઈ ન હતી. જેથી તેમણે આજુબાજુમાં તપાસ કરતા તેમના ઘરની સામે રહેતો ચિકી પટણી નામનો

દક્ષિણ પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી

યુવક તેમની દીકરીને ભગાડી ગયો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેઓ યુવકના ઘરે જઈ વાત કરતા યુવકના પરિવારજનોએ બે દિવસમાં તેમની દીકરીને પરત લાવી આપવાની વાત કરી હતી, પરંતુ ત્રણ દિવસ થવા છતાં પણ તેમની દીકરી પરત ના આવતા આખરે સગીરાના પિતાએ યુવક સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસામાં શનિવારે નીકળશે તાજીયાનું જુલુસ

Back to top button