BLAએ ભારતને સમર્થન આપવાની જાહેરાત કરી, યુદ્ધ થયું તો બલૂચ આર્મી પાકિસ્તાનનો ઘેરાવ કરશે

INDIA PAKISTAN CONFLICT: ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થઈ ચુક્યું છે. જો કે આ દરમ્યાન બંને વચ્ચે ફરીથી જંગ થવાની સંભાવના છે. તો વળી બીજા માર્ચા પર પાકિસ્તાનને બલૂચિસ્તાનમાં સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ ( BLA)પાકિસ્તાની આર્મીના નાકમાં દમ કરી નાખ્યો છે. જે અંતર્ગત BLA તરફથી પાક સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન રવિવારે BLAએ ભારતને સમર્થન આપવાની જાહેરાત કરી છે. સાથે જ BLAએ કહ્યું કે, જો ભારત પાકિસ્તાન વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરે છે તો BLA તેની સાથે ઊભું રહેશે.
BLA એ કહ્યું, અમે પશ્ચિમ પાકિસ્તાનથી હુમલો કરીશું
BLA એ ભારતને સમર્થન આપવાની જાહેરાત કરતું નિવેદન બહાર પાડ્યું છે. BLA એ એક નિવેદનમાં કહ્યું છે કે જો ભારત પાકિસ્તાન સામે નિર્ણાયક કાર્યવાહી કરશે, તો BLA તેની સાથે ઉભું રહેશે. BLA એ એમ પણ કહ્યું છે કે આવી સ્થિતિમાં તે પશ્ચિમી સરહદથી પાકિસ્તાન પર હુમલો કરશે. BLA એ કહ્યું કે અમે ભારતની આ કાર્યવાહીનું સ્વાગત કરીશું જ નહીં પરંતુ તેની લશ્કરી તાકાત તરીકે પણ તેની સાથે ઉભા રહીશું.
BLA એ પાકિસ્તાનને આતંકવાદી દેશ ગણાવ્યું
BLA એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે. બીએલએએ કહ્યું કે હવે પાકિસ્તાનના વચનો પર વિશ્વાસ કરવાનો સમય પૂરો થઈ ગયો છે. BLA એ એક નિવેદનમાં કહ્યું છે કે તે ભારત સહિત સમગ્ર વિશ્વને અપીલ કરે છે કે તેઓ પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર માને અને તેની સામે નક્કર પગલાં લે.
BLA એ પાકિસ્તાની સેનાના 39 ઠેકાણાઓનો નાશ કર્યો
બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સતત પાકિસ્તાની સેના અને પોલીસને નિશાન બનાવી રહી છે. BLA એ કહ્યું હતું કે તેણે છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાની સેનાના 39 સ્થળોને નિશાન બનાવ્યા છે. હકીકતમાં, 8 થી 10 મે દરમિયાન, એટલે કે છેલ્લા 48 કલાકમાં, બલુચિસ્તાનમાં હુમલાઓમાં વધારો થયો છે.
આ પણ વાંચો: ભારતના હુમલામાં પાકિસ્તાનનું રહીમ યાર ખાન એરબેઝ તોડી નાખ્યું, બંધ કરવો પડ્યો રનવે












