ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અયોધ્યામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા મકાન ધરાશાયી, 5 મૃત્યુ, અનેક કાટમાળમાં દબાયા હોવાની આશંકા

ઉત્તર પ્રદેશ: 9 ઓક્ટોબર, 2025: UP Cylinder Blast: ઉત્તર પ્રદેશના અયોધ્યાના પગલા ભારી ગામમાં બુધવારે મોડી રાત્રે એક મકાન જોરદાર ધમાકા સાથે ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોનાં મૃત્યુ નિપજ્યા છે, જ્યારે કાટમાળ નીચે હજી પણ વધુ લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ અને બચાવ ટીમ (રેસ્ક્યુ ટીમ) તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

શું હતી ઘટના?

અયોધ્યાના CO દેવેશ ચતુર્વેદીએ માહિતી આપી કે, પ્રારંભિક તપાસમાં એવું સ્પષ્ટ થયું છે કે, ઘરમાં ગેસ સિલિન્ડર ફાટવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

આસપાસના મકાનોને પણ નુકસાન

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ધમાકો એટલો પ્રચંડ હતો કે તેની અસરથી આસપાસના ઘરો અને દુકાનોમાં પણ નુકસાન થયું છે.

ઘટના બાદ તરત જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. રેસ્ક્યુ ટીમ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં લાગેલી છે.

તંત્રએ આ દુર્ઘટનાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ છે. પોલીસ અને પ્રશાસન સુરક્ષા અને બચાવના પગલાં લઈ રહ્યા છે. આ સિવાય કાટમાળમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

આ પણ વાંચોઃ LG Electronics એ બધા રેકોર્ડ તોડી નાખ્યા, બોલીનો આંકડો 4.5 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ તૈયાર કરશે મહિલા સુસાઇડ બોમ્બર, મસૂદ અઝહરની બહેન આપશે ટ્રેનિંગ

Back to top button