ટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટ્સ

Asia Cup Final Scenario: શ્રીલંકા બહાર, ભારતની જીતની પ્રાર્થના કરશે પાકિસ્તાન, જાણો ફાઈનલ માટેનું સમીકરણ

એશિયા કપ ફાઇનલમાં પહોંચવાની દોડ રોમાંચક બની ગઈ છે. હવે સમીકરણો સ્પષ્ટ થઈ ગયા છે કે કઈ ટીમ ક્વોલિફાય થવાની શક્યતા સૌથી વધુ છે. પાકિસ્તાન સામે હાર્યા બાદ શ્રીલંકાની ક્રિકેટ ટીમ લગભગ બહાર થઈ ગઈ છે. જો કોઈ ચમત્કાર ન થાય તો ભારત ફાઇનલમાં બાંગ્લાદેશ કે પાકિસ્તાનનો સામનો કરશે.

એશિયા કપ 2025 સુપર ફોરમાં ત્રણ મેચ રમાઈ ચૂકી છે, અને હજુ ત્રણ બાકી છે. બધી મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આજે ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ મેચ છે, ત્યારબાદ ગુરુવારે પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ અને પછી 26 સપ્ટેમ્બરે ભારત વિરુદ્ધ શ્રીલંકા મેચ છે.

જો ભારત બાંગ્લાદેશને હરાવે છે

જો ભારત આજે બાંગ્લાદેશને હરાવે છે તો ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બનશે. શ્રીલંકા સત્તાવાર રીતે બહાર થઈ જશે. ત્યારબાદ ભારત વિરુદ્ધ શ્રીલંકા મેચ માત્ર ઔપચારિકતા રહેશે. બીજા ફાઇનલમાં પહોંચનાર ટીમ 25 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ મેચ દ્વારા નક્કી કરવામાં આવશે. વિજેતા ફાઇનલમાં પહોંચશે. તેથી પાકિસ્તાન ઈચ્છશે કે ભારત આજે બાંગ્લાદેશને હરાવે કારણ કે પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ મેચમાં પાકિસ્તાન સૌથી મજબૂત ટીમ હશે.

જો બાંગ્લાદેશ ભારતને હરાવે છે

ટીમ ઈન્ડિયા એશિયા કપ 2025માં એકમાત્ર એવી ટીમ છે જેને એક પણ મેચમાં હાર મળી નથી. બાંગ્લાદેશ માટે આજે જીતવું ખૂબ મુશ્કેલ છે. જોકે, જો બાંગ્લાદેશ ભારતને હરાવે છે તો તેમનો માર્ગ સરળ બનશે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી શકે છે, પરંતુ જો તેઓ હારી જાય તો પણ તેમણે ભારત વિરુદ્ધ શ્રીલંકા મેચની રાહ જોવી પડશે. જો શ્રીલંકા જીતે છે તો બાંગ્લાદેશ ફાઇનલમાં આગળ વધશે. જો ભારત જીતે છે તો નેટ રન રેટ નક્કી કરશે કે કોણ ફાઇનલમાં રમશે.

જોકે આ ખૂબ જ અસંભવિત છે, જો ભારતીય ક્રિકેટ ટીમ તેની બંને મેચ હારી જાય છે તો તેના ફક્ત 2 પોઈન્ટ હશે. આ કિસ્સામાં બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનમાંથી એક ટીમના 4 પોઈન્ટ હશે અને બીજી ટીમના 2 પોઈન્ટ હશે જ્યારે શ્રીલંકા પાસે પણ 2 પોઈન્ટ હશે. 2 પોઈન્ટ ધરાવતી 3 ટીમો હશે અને પછી નેટ રન રેટ નક્કી કરશે કે કોણ ફાઇનલમાં પહોંચશે.

Back to top button