ટ્રેન્ડિંગમનોરંજન

એલી અવરામ સાથેના અફેર પર આશીષ ચંચલાનીએ મૌન તોડ્યું, મને પાગલ કુતરું નથી કરડ્યું!

  • આશિષ ચંચલાની અને એલી અવરામે તેમના ઈન્સ્ટાગ્રામ પર એક રોમેન્ટિક તસવીર શેર કરી હતી. ત્યારબાદ ઈન્ટરનેટ પર તેમના અફેરની ચર્ચા શરૂ થઈ ગઈ હતી

HD ન્યુઝ ડેસ્કઃ આશિષ ચંચલાની Ashish Chanchalani અને એલી અવરામ Elli Avram તેમના મ્યુઝિક વીડિયો ‘ચંદાનિયા’ માટે સમાચારમાં છે. આ મ્યુઝિક વીડિયો પછી, સોશિયલ મીડિયા પર તેમના ડેટિંગની અફવાઓ ફેલાઈ ગઈ છે. હવે આશિષ ચંચલાનીએ ઇન્સ્ટાગ્રામ લાઈવ દ્વારા આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે, જેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

તાજેતરમાં જ બંનેએ તેમના ઈન્સ્ટાગ્રામ પર એક રોમેન્ટિક તસવીર શેર કરી હતી. ત્યારબાદ ઈન્ટરનેટ પર તેમના અફેરની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. હવે આશિષે રમુજી રીતે આ વાતનો ખુલાસો કર્યો છે.

મને કોઈ પાગલ કૂતરૂં કરડ્યું નથી

આશિષ ચંચલાનીએ ઈન્સ્ટાગ્રામ લાઈવ દરમિયાન મજાકમાં કહ્યું, “હું ક્યારેય આ વ્યક્તિને ડેટ કરવાનો નથી. મને કોઈ પાગલ કૂતરાએ કરડ્યો નથી કારણ કે એલી સાથે કામ કરવું એ સિંહના મોંમાં હાથ નાખવા જેવું છે.” તેણે વધુમાં ઉમેર્યું, શરૂઆતમાં અમે તેને મજાક તરીકે લીધું કારણ કે મારા ચાહકો મારા રમૂજી સ્વભાવથી વાકેફ છે, પરંતુ અમને નહોતું લાગતું કે તે આટલું મોટું થઈ જશે.

 

View this post on Instagram

 

A post shared by ☝️Onecomic.in (@onecomic.in)

એલી અવરામે શું કહ્યું?

એલી અવરામે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યારે લોકોએ મને અભિનંદન આપવાનું શરૂ કર્યું, ત્યારે મને સમજાયું નહીં કે શું કહેવું, પરંતુ મને સારું લાગ્યું કે લોકો અમને પસંદ કરી રહ્યા છે. એલીએ કહ્યું કે હું અને આશિષ ફક્ત સારા મિત્રો છે અને આ બધું ‘ચંદનિયા’ મ્યુઝિક વીડિયોનો એક ભાગ હતું.

 

View this post on Instagram

 

A post shared by Ashish Chanchlani (@ashishchanchlani)

‘ચંદનિયા’ વિશે

આ મ્યુઝિક વિડીયો મિથુનના સંગીત નિર્દેશન હેઠળ બનાવવામાં આવ્યો છે. આ ગીત વિશાલ મિશ્રાના અવાજમાં ગાયું છે અને સૈયદ કાદરીએ લખ્યું છે. તમને જણાવી દઈએ કે આશિષ અને એલીની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીને દર્શકો તરફથી જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઈ

12 જુલાઈના રોજ, આશિષ ચંચલાનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી, જેમાં તે એલીને ઊંચકી રહ્યો હતો અને એલીએ તેના હાથમાં ગુલાબનો ગુલદસ્તો પકડ્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું, ફાઈનલી. જેણે તેમના સંબંધોની અફવાઓને વધુ વેગ આપ્યો હતો.

એલી અવરામની નવી ફિલ્મ

એલી અવરામ તાજેતરમાં ફિલ્મ ‘બી હેપ્પી’માં જોવા મળી હતી, જેમાં અભિષેક બચ્ચન અને નોરા ફતેહી પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ પ્રાઇમ વિડીયો પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ બ્લોક બસ્ટર અવતાર ફિલ્મના ત્રીજા ભાગનું પોસ્ટર જારી, Avatar: Fire and Ash માં નવા વિલનની એન્ટ્રી

Back to top button