બ્લોક બસ્ટર અવતાર ફિલ્મના ત્રીજા ભાગનું પોસ્ટર જારી, Avatar: Fire and Ash માં નવા વિલનની એન્ટ્રી

- Avatar: Fire and Ashમાં વરંગનું પાત્ર ખૂબ જ કઠોર અને ઉગ્ર બતાવવામાં આવ્યું છે. ટ્રેલરમાં,તે જેક અને નેયતિરીની પુત્રી કિરીને બંધક બનાવે છે
HD ન્યુઝ ડેસ્કઃ જેમ્સ કેમેરૂનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘અવતાર’ ના ત્રીજા ભાગ Avatar: Fire and Ash નું નવું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. સોમવારે આયોજિત એક કાર્યક્રમમાં ફિલ્મનું ટ્રેલર પણ બતાવવામાં આવ્યું હતું, જેમાં વાર્તાના નવા વિલન વરંગની ઝલક જોવા મળી હતી. ટ્રેલર અને ફિલ્મની રિલીઝ તારીખ વિશે જાણો. સોમવાર, 21 જુલાઈના રોજ લોસ એન્જલસ અને ન્યુ યોર્કમાં આયોજિત ડિઝની કાર્યક્રમમાં, ફિલ્મનું ટ્રેલર પ્રેસને બતાવવામાં આવ્યું હતું, જેમાં એક નવા ખતરનાક વિલન વરાંગની ઝલક જોવા મળી હતી.
કોણ છે સ્ટોરીનો નવો વિલન?
સ્ટોરીના નવા ખલનાયક વરંગના પાત્રને ‘ગેમ ઓફ થ્રોન્સ’ ફેમ ઉના ચેપ્લિન દ્વારા અવાજ આપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વરંગ ‘મંગકવાન’ જાતિના વડા છે, જેને ‘એશ પીપલ’ કહેવામાં આવે છે. આ લોકો નાવી સમુદાયનો ભાગ છે, પરંતુ તેઓ અલગ અલગ સ્થળોએ રહે છે, ખાસ કરીને ઊંચા પર્વતો અને જ્વાળામુખીની આસપાસ.
વરંગનું પાત્ર ખૂબ જ કઠોર અને ઉગ્ર બતાવવામાં આવ્યું છે. ટ્રેલરમાં,તે જેક અને નેયતિરીની પુત્રી કિરીને બંધક બનાવે છે. તે કહે છે, તમારી દેવીનું અહીં કોઈ પ્રભુત્વ નથી. જે તેના આધ્યાત્મિક મતભેદો તરફ ઈશારો કરે છે. ઉલ્લેખનીય છે કે ‘અવતાર’ શ્રેણીમાં અત્યાર સુધી માણસોને મુખ્ય વિલન તરીકે દર્શાવવામાં આવ્યા છે, પરંતુ આ વખતે વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ જોવા મળશે.
Meet Varang in Avatar: Fire and Ash.
Be among the first to watch the trailer, exclusively in theaters this weekend with The Fantastic Four: First Steps. pic.twitter.com/MZi0jhBCI5
— Avatar (@officialavatar) July 21, 2025
આ કાર્યક્રમ દરમિયાન, જેમ્સ કેમેરૂને કહ્યું હતું કે આ વખતે અમે બતાવવા માંગીએ છીએ કે બધા નાવીઓ એકસરખા નથી. અમે એ સરળ વિચારથી આગળ વધવા માંગતા હતા કે બધા માણસો ખરાબ છે અને બધા નાવી સારા છે. વરાંગ તેના લોકો માટે કંઈ પણ કરશે, એ કામ પણ તે કરશે જેને બાકીની દુનિયા ખરાબ માને છે.
ટ્રેલર ક્યારે રિલીઝ થશે?
નિર્માતાઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ફિલ્મનું ટ્રેલર 25 જુલાઈના રોજ રિલીઝ થવાનું છે, જે ‘ધ ફેન્ટાસ્ટિક ફોર: ફર્સ્ટ સ્ટેપ્સ’ સાથે થિયેટરોમાં બતાવવામાં આવશે. આ ફિલ્મ 19 ડિસેમ્બર, 2025 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચોઃ હવે તમે WhatsAppથી પણ કમાઈ શકો છો પૈસા!, આ ખાસ ફીચર થયું શરૂ











