ટોપ ન્યૂઝનેશનલ

આસારામ બાપુને આજીવન કારાવાસની સજામાંથી ન મળી રાહત, કોર્ટે શરણાગતિ સ્વીકારવા આપ્યો આદેશ

National News : રાજસ્થાન હાઈકોર્ટે સગીર બાળકી પર બળાત્કાર કરવાના આરોપમાં સજા કાપી રહેલા આસારામ બાપુને રાહત આપવાનો ઇનકાર કર્યો છે અને તેમની આજીવન કેદની સજા યથાવત રાખી છે. કોર્ટે તેમને ગેંગરેપના આરોપમાંથી મુક્ત કર્યા છે, પરંતુ અન્ય ગંભીર આરોપોમાં તેમની સજા અને સજા યથાવત છે. તેમને શરણાગતિ સ્વીકારવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. જોધપુરના આ નિર્ણયથી ફરી એકવાર આ કેસ અંગે દેશવ્યાપી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર પીઠમાં જસ્ટીસ અરુણ મોંગા અને જસ્ટિસ યોગેન્દ્ર કુમાર પુરોહિતની ડિવીઝન બેંચે આસારામ સહિત ત્રણ આરોપીઓ તરફથી દાખલ કરવામાં આવેલ અરજી પર આ નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, સગીર પીડિતા સાથે દુષ્કર્મ મામલે નિચલી અદાલત દ્વારા સંભળાવવામાં આવેલ આજીવન કેદની સજામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નહીં આવે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

હાલ પેરોલ પર બહાર છે આસારામ બાપૂ

 

સુનાવણી દરમ્યાન કોર્ટે ગેંગરેપ સાથે સંકળાયેલ આરોપીઓ પર વિચાર કરતા આસારામને તેના પર રાહત આપી છે. કોર્ટે કહ્યું કે, ઉપલબ્ધ સાક્ષીઓના આધારે ગેંગપેરની કલમમાં આરોપ પૂરવાર થતા નથી, પરંતુ અન્ય આરોપ પૂરવાર થાય છે. આ જ કારણે તેમની બાકીની સજા અને આરોપસર સજા યથાવત રખાઈ છે.

આ મામલે સહ આરોપી શિલ્પી અને શરતચંદની અપીલો પર પણ કોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો. બંન્ને આરોપીઓને સજામાં આંશિક રાહત આપવામાં આવી છે. કોર્ટે તેમની વિરુદ્ધ કેટલીક કલમોમાં રાહત આપી છ, જ્યારે અન્ય કેસમાં આદેશ યથાવત રખાયા છે. નોંધનિય છે કે, વર્ષ 2013માં જોધપુરમાં નોંધનિય આ બહુચર્ચિત કેસમાં આરોપ હતો કે, આસારામે પોતાના આશ્રમમાં એક સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ મામલાની તપાસ બાદ પોલીસે આરોપ પત્ર દાખલ કર્યો અને લાંબી સુનાવણી બાદ વિશેષ કોર્ટે વર્ષ 2018માં આસારામને આરોપી જાહે કરી આજીવન કેદની સજા સંભળાવી હતી. પરંતુ હાલ તેઓ પેરોલ પર બહાર છે.

આ પણ વાંચો : સિંગાપોરમાં બાયજુ રવિન્દ્રનને 6 મહિનાની જેલની સજા, 70,500 ડોલરનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો

Back to top button