ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ટ્રમ્પે ફેડ ચેરમેન પોવેલની ટીકા કરતા વોલસ્ટ્રીટમાં વેચવાલી

મુંબઇ, 22 એપ્રિલ, 2025: વૈશ્વિક નરમ પ્રવાહોને પગલે આજે ભારતીય શેરબજારમાં નિફ્ટી 50 અને સેન્સેક્સ ફ્લેટ ખુલે તેવી સંભાવના સેવાય છે. પ્રારંભિક ટ્રેડમાં ગિફ્ટ નિફ્ટી પર ફ્લેટ રહી હતી. અગાઉના સત્રમાં બેન્કિંગ શેરોની આગેવાનીમાં નિફ્ટી 50 અને સેન્સેક્સમાં એક ટકાથી વધુ ઊછાળો નોંધાયો હતો. જોકે ટેકનિકલ દ્રષ્ટિએ જોતા ડેઇલી ચાર્ટમાં તેજીના સંકેતો દેખાઇ રહ્યા છે.

વધુમાં નિફ્ટીએ 23,870નું સ્તરર પાર કર્યુ છે અને બોટમ પેટર્ન તોડી નાખી છે. 200 દિવસની સિમ્પલ મુવીંગ એવરેજ (200-એસએમએ) જોતા નિફ્ટીનું હવે પછીનું મથાળુ 24,050 દેખાય છે. જ્યારે નિફ્ટી માટે મોટો અંતરાય 24,230નો છે, જો તે પાસ કરશે તો નિફ્ટીમાં 24,500-24,800 સુધીની તેજી થઇ શકે તેવું નિષ્ણાતો જણાવે છે.

દરમિયાનમાં ગઇકાલે રાત્રે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડના ચેરમેન પોવેલની ટીકા કરતા વોલસ્ટ્રીટ નિર્દેશાંકો બે ટકાથી વધુ ઘટ્યા હતા. ઉપરાંત નાડેકમાં પણ ભારે નુકસાન થયું હતું. ટ્રમ્પ દર ઘટાડવાની તરફેણમાં છે ત્યારે પોવેલે મંદીની આંશંકા વ્યક્ત કરી છે. પરંતુ ટ્રમ્પની આવી પોસ્ટને કારણે ફેડની સ્વયત્તતા વિશે પ્રશ્નાર્થ ઊભા થતા બજારના સેન્ટીમેન્ટ ખરડાયા હતા.

આ સાથે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ પણ 2.48 ટકા, એસએન્ડપી 500 2.36 ટકા અને નાસડેક કંપોઝીટ 2.55 ટકાના ઘટાડા સાથે બંધ આવ્યા હતા. ઉપરાંત એશિયાઇ બજારો જેમ કે હેંગસેગ ઇન્ડેક્સ અને જાપાનનો નિક્કેઇ 225 તેમજ બ્રોડ બેઝ્ડ ટોપીક્સ નજીવા નુકસાન સાથે ટ્રેડ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ‘પરિણામ ભોગવવુ પડશે’ ચીને ડોનાલ્ડ ટ્રમ્પના દોસ્ત દેશોને આપી ધમકી, શુ ભારત પણ નિશાના પર છે?

Back to top button