આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

‘પરિણામ ભોગવવુ પડશે’ ચીને ડોનાલ્ડ ટ્રમ્પના દોસ્ત દેશોને આપી ધમકી, શુ ભારત પણ નિશાના પર છે?

બીજિંગ, 22 એપ્રિલ, 2025: અમેરિકા અને ચીન વધી રહેલા ટ્રેડ વોરે હવે વધુ પેચીદુ બનતુ જાય છે. બીજિંગથી હવે એક નવી વાત સામે આવી છે, જ્યાં ચીને સ્પષ્ટ કહ્યુ છે કે જો કોઇ દેશ અમેરિકા સાથે ચીનના હિતોને નુકસાન પહોંચાડે તેવો સોદો કરશે તેનો આકરો જવાબ આપવામાં આવશે.

કેમ ગુસ્સામાં છે ચીન

હકીકતમાં કેટલાક રિપોર્ટસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા હવે બીજા દેશોને એમ કહીને લલચાવી રહ્યો છે, કે જો તે ચીન સાથેના સોદામા ઘટાડો કરશે તો તેમને ટેરિફમાં છૂટ મળશે. આ સાંભળીને ચીન ભડકી ઉઠ્યુ છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે જો આમ થશે તો અમે ચૂપ બેસીશુ નહી. જો જરૂર લાગશે તો અમે પણ જવાબ આપીશું.

કયા દેશો તરફ છે ઈશારો?

હજુ સુધી ચીને કોઈનું નામ નથી લીધું, પરંતુ તેના સંકેતો સ્પષ્ટ હતા કે યુરોપિયન યુનિયન, જાપાન, એશિયન દેશો અને ભારત પણ તેના રડાર પર છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, અમેરિકા ઘણા દેશો પર ચીનથી દૂર રહેવા અને બદલામાં અમેરિકાના માર્કેટમાં પ્રવેશ મેળવવા દબાણ કરી રહ્યું છે.

ચીને આક્ષેપો કર્યા હતા

ચીને અમેરિકાના આ પગલાને “હેજેમોનિક પોલિટિક્સ” એટલે કે વર્ચસ્વની રાજનીતિ અને “એકપક્ષીય દાદાગીરી” ગણાવી છે. ચીનનું કહેવું છે કે અમેરિકા તેની શક્તિનો દુરુપયોગ કરી રહ્યું છે અને અન્ય દેશોને ધમકી આપી રહ્યું છે.

ચીન દબાણ હેઠળ છે

ચીન પહેલાથી જ 245 ટકા સુધીની યુએસ ટેરિફનો સામનો કરી રહ્યું છે. ચીને પણ બદલો લેતા અમેરિકન ચીજો પર 125 ટકા સુધીનો ટેક્સ લાદ્યો છે. પરંતુ હવે, ચીનની પોતાની અર્થવ્યવસ્થા ધીમી પડી રહી છે અને વૈશ્વિક માંગ પણ નબળી છે, આ સ્થિતિમાં બીજિંગ વધુ સાવચેત બન્યું છે.

એશિયન દેશોની સ્થિતિ શું છે?

મોટી વાત એ છે કે એશિયન દેશો આ મુદ્દે ઘણા સંતુલિત દેખાય છે. મલેશિયા, જે હાલમાં ASEANનું અધ્યક્ષ છે, તેણે સ્પષ્ટપણે કહ્યું છે: “અમે કોઇ એકને પસંદ કરી શકતા નથી અને પસંદ કરીશું પણ નહીં.” આનો અર્થ એ થયો કે આપણે અમેરિકા અને ચીન વચ્ચે સંતુલન જાળવવું પડશે.

ભારત શું કરશે?

હવે સૌથી મોટો પ્રશ્ન ભારતનો છે. બંને દેશો સાથેના સંબંધો ભારત માટે મહત્વપૂર્ણ છે. એક તરફ અમેરિકા સાથે ટેક્નોલોજી અને ડિફેન્સમાં મજબૂત સહયોગ છે અને બીજી તરફ ચીન સાથે મોટા વેપાર સંબંધો છે. આવી સ્થિતિમાં, ભારત જેવા દેશો માટે, આ એક અઘરી ચાલ બની ગઈ છે, એટલે કે કોની પર રોષ કરવો કે કોને ખુશ કરવા?

આગળ શું થશે?

આ સમગ્ર વાત પરથી સ્પષ્ટ થાય છે કે વૈશ્વિક વેપાર મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. અમેરિકા જ્યારે પોતાના હિતોને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે ચીને હવે સીધી ધમકીભરી ભાષાનો આશરો લીધો છે અને ભારત જેવા દેશો અધવચ્ચે ફસાયા છે, જેમની વ્યૂહરચના હવે સૌથી વધુ મહત્વની રહેશે.

આ પણ વાંચોઃ ગૂગલે સીસીઆઇને રૂ. 20.24 કરોડની કરી ચૂકવણી

Back to top button