“2022ના વચનો અધૂરા…”, 30 જાન્યુઆરીથી અન્ના હજારે ફરી અનશન કરશે

રાજકારણમાં ભ્રષ્ટાચારના શત્રુ ગણાતા અન્ના હજારેએ ફરી એકવાર ભ્રષ્ટાચાર સામે મોરચો ખોલ્યો છે. મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદાનો અમલ ન થવાથી અન્ના હજારે ગુસ્સે છે. અન્ના હજારે મહારાષ્ટ્રના અહમદનગરના રાલેગણ સિદ્ધિમાં મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ એક મોટું આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે. તેઓ 30 જાન્યુઆરીથી આમરણાંત ઉપવાસ પર બેસશે. અણ્ણા કહે છે કે તેમણે મુખ્યમંત્રી ફડણવીસને ઘણી વખત પત્રો લખ્યા છે. પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. તેમણે કહ્યું કે હવે તેઓ આ માટે અનશન શરૂ કરશે.
30 જાન્યુઆરીથી આમરણાંત ઉપવાસ કરશે અણ્ણા
મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદાનો અમલ ન થવા પર નારાજગી વ્યક્ત કરતા અન્ના હજારેએ 30 જાન્યુઆરીથી રાલેગણ સિદ્ધિમાં આમરણાંત ઉપવાસની જાહેરાત કરી છે. 2022માં આપેલા વચનો છતાં, કાયદો હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી. હજારેએ જણાવ્યું કે તેમણે દેવેન્દ્ર ફડણવીસને સાત વખત પત્રો લખ્યા છે પરંતુ કોઈ જવાબ મળ્યો નથી, તેથી તેઓ હવે નિર્ણાયક લડાઈ શરૂ કરશે.
તમને જણાવી કે 2022 માં, અન્ના હજારેએ રાલેગણ સિદ્ધિમાં લોકાયુક્ત કાયદાની માંગણી સાથે ઉપવાસ શરૂ કર્યા હતા. તે વખતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય કૃષિ મંત્રીએ ખુદ આશ્વાસન આપીને અન્નાનું અનશન ખતમ કરાવ્યુ હતુ. મુખ્યમંત્રી ફડણવીસે એક સમિતિની રચના પણ કરી હતી અને કાયદો પણ તૈયાર કર્યો હતો. પરંતુ, ત્યારથી કાયદામાં કોઈ અપડેટ નથી.
આ પણ વાંચો: વિદેશથી ભારતીયોનો મોહભંગ… 3 વર્ષમાં 5 ટકા ઓછા લોકોએ છોડી નાગરિકતા, કેન્દ્ર સરકારે સંસદમાં આપ્યા આંકડા












