ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

એસી-કુલર વગર રાજાઓના મહેલ કેવી રીતે ઠંડા રહેતા? જાણો પ્રાચીન ‘વિન્ડ કેચર’ ટેકનિક

Ancient Cooling Techniques: ​આજના સમયમાં ગરમીથી બચવા માટે આપણી પાસે અનેક સાધનો છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વર્ષો પહેલા જ્યારે વીજળી પણ નહોતી, ત્યારે રાજા-મહારાજાઓના વિશાળ મહેલો કાળઝાળ

ગરમીમાં પણ કેવી રીતે ઠંડા રહેતા હતા?

​ઈરાનનું ‘વિન્ડ કેચર’ અને ‘બાદગીર’ ટેકનિક
​પ્રાચીન સમયમાં પવનને પકડવાની એક અનોખી પદ્ધતિ અમલમાં હતી, જેને ‘વિન્ડ કેચર’ કહેવામાં આવે છે. ઈરાનના યઝ્દ શહેરમાં આ ટેકનિકનો ઉદભવ થયો હોવાનું મનાય છે, જ્યાં તેને ફારસીમાં ‘બાદગીર’ કહેવાય છે. ​આ એક પ્રકારના ઉંચા મિનારા કે ગુંબજ જેવી રચના હતી જે છત પર બનાવવામાં આવતી.

​આ મિનારા ઉપરથી વહેતી ઠંડી હવાને મહેલ કે ઘરની અંદર ખેંચી લાવતા. ​વધારે ઠંડક માટે મહેલના આંગણામાં મોટા જળકુંડો રાખવામાં આવતા, જેથી હવા પાણીના સંપર્કમાં આવીને વધુ શીતળ બની જતી.

​ભારતના મહેલો અને વાવ
​રાજસ્થાનના જયપુર, જેસલમેર અને ઉદયપુરના મહેલોમાં પણ આવી જ ટેકનિકો વપરાતી. અહીં મહેલોની આસપાસ મોટી વાવ કે ‘સ્ટેપ વેલ’ બનાવવામાં આવતી હતી. આ વાવ માત્ર પાણી માટે જ નહીં, પણ આસપાસના વાતાવરણને ઠંડુ રાખવા માટે પણ ઉપયોગી હતી.

​દુબઈના ‘બરજીલ’ અને માટીના ઘરો
​દુબઈ જેવા અત્યંત ગરમ શહેરમાં પણ ‘યઝ્દ’ની ટેકનિક જેવી જ પવન મીનારો બનાવવામાં આવતી, જેને ત્યાં ‘બરજીલ’ કહેવાય છે. આ મીનારો ગરમ હવાને બહાર કાઢતી અને ઠંડી હવાને અંદર લાવતી.

​આર્કિટેક્ચરલ રહસ્યો જે ઘરોને ઠંડા રાખતા
​જાડી દીવાલો:
જૂના જમાનામાં ઘરોની દીવાલો માટી કે ચૂના-પથ્થરની અને ખૂબ જ જાડી બનાવવામાં આવતી, જેથી બહારની ગરમી અંદર ન પ્રવેશે.

​વેન્ટિલેશન: ઘરોમાં જાળીદાર બારીઓ, ઊંચા વેન્ટિલેશન અને ખુલ્લા આંગણા રાખવામાં આવતા.

​પાણીના પાત્રો: મોગલ કાળમાં મહેલોના ગલિયારાઓમાં મોટા જળપાત્રો રાખવામાં આવતા, જે સુશોભનની સાથે હવાને ઠંડી કરવાનું કામ પણ કરતા.

​બગીચા અને તળાવો: મહેલોની આસપાસ ખાસ મોટા બગીચા અને કૃત્રિમ તળાવો બનાવવામાં આવતા જેથી પવન ફૂંકાય ત્યારે તે ઠંડક લઈને જ અંદર આવે.

​આમ, આપણા પૂર્વજો વિજ્ઞાન અને કુદરતના સમન્વયથી એસી વગર પણ સુખદ વાતાવરણ ઊભું કરવામાં માહિર હતા.

Back to top button