દ્વારકામાં અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત: 115 કિમીની યાત્રા પૂરી કરી મંદિરે પહોંચ્યા, છેલ્લા દિવસે પત્ની અને માતા પણ જોડાયા

દ્વારકા, 06 એપ્રિલ 2025: રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી સતત દસ દિવસની 115 કિમી પદયાત્રા પૂરી કરી આજે દ્વારકાધિશના શરણે પહોંચી ગયા છે. અનંત અંબાણીએ 28 માર્ચના રોજ જામનગર રિલાયન્સ ટાઉનશીપ વનતારાથી આ પદયાત્રા શરુ કરી હતી. આ દરમ્યાન તેઓ દરરોજ 10-12 કિમી ચાલતા હતા.
#WATCH | Devbhumi Dwarka, Gujarat | ‘Padyatra’ of Anant Ambani, Director, Reliance Industries Limited, from Jamnagar to Dwarkadhish Temple, completed today and arrived at Dwarkadhish Temple on the occasion of #RamNavami2025.
Anant Ambani says, “I extend my best wishes to all on… pic.twitter.com/JhL6KGkqvQ
— ANI (@ANI) April 6, 2025
અનંત અંબાણી આજે તિથિ અનુસાર રામનવમીએ પોતાના જન્મદિવસની ઉજવણી દ્વારકામાં કરવા જઈ રહ્યા છે. આ પદયાત્રાના છેલ્લા દિવસે અનંતની સાથે તેમની પત્ની રાધિકા અને માતા નીતા અંબાણી પણ જોડાયા હતા.
#WATCH | Devbhumi Dwarka, Gujarat | ‘Padyatra’ of Anant Ambani, Director, Reliance Industries Limited, from Jamnagar to Dwarkadhish Temple, completed today and arrived at Dwarkadhish Temple on the occasion of #RamNavami2025.
Anant Ambani’s wife, Radhika Merchant, says, “Today,… pic.twitter.com/jtWyUp2jXv
— ANI (@ANI) April 6, 2025
આજે વહેલી સવારે અનંત અંબાણી દ્વારકાધિશ મંદિર પરિસર નજીક પહોંચતા ગોમતી નદીનું પૂજન કરી ભગવાન દ્વારકાધિશના મંદિરે પહોંચ્યા હતા. અનંત અંબાણીની પદયાત્રામાં અંબાણી પરિવાર સહિત ધર્મગુરુઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટી જોવા મળ્યા હતા. અંબાણીએ અહીં મંગળા આરતીનો લાભ લીધો હતો.
#WATCH | Devbhumi Dwarka, Gujarat | ‘Padyatra’ of Anant Ambani, Director, Reliance Industries Limited, from Jamnagar to Dwarkadhish Temple, completed today and arrived at Dwarkadhish Temple on the occasion of #RamNavami2025.
Anant Ambani’s mother & Reliance Foundation… pic.twitter.com/B5KZvSdi1Y
— ANI (@ANI) April 6, 2025
અનંત અંબાણી દ્વારકા પહોંચતા જ ધીરુભાઈ અંબાણી માર્ગ પર અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દ્વારકાના જુદા જુદા સમુદાયો દ્વારા અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અયોધ્યામાં રામનવમીની ધૂમધામથી ઉજવણી, યૂપીના 42 જિલ્લામાં એલર્ટ












