વિદ્યાના ધામને કલંકિત કરતો કિસ્સો; વડોદરાની MS યુનિ.માં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીએ કિસ કરી

વડોદરા, 13 ઓક્ટોબર 2025: વડોદરાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની આર્ટ્સ ફેકલ્ટીમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન એક શરમજનક ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિની દ્વારા ક્લાસરૂમમાં અનૈતિક રીતે વર્તન કરતાંનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને પગલે શિક્ષણ મંદિરની પવિત્રતા પર ફરીવાર સવાલ ઊભા થયા છે.
વિડીયો વાયરલ થતાં ABVPના કાર્યકરોએ આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડૉ. કલ્પના ગવળી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી અને કડક પગલાંની માંગ કરી હતી. ડીનએ તાત્કાલિક કાર્યવાહીનો આશ્વાસન આપતાં જણાવ્યું કે વીડિયોમાં દેખાતા બંને વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કરવામાં આવશે. ઉપરાંત, વીડિયો શૂટ કરનાર તથા ક્લાસરૂમના સુપરવાઈઝર અને અન્ય જવાબદાર અધિકારીઓ સામે પણ નોટિસ ફટકારવામાં આવી છે અને સામે યોગ્ય પગલાં લેવાશે.
આ ઘટના માત્ર સંસ્થાની શિસ્ત પર નહિ , પરંતુ સમગ્ર શૈક્ષણિક માળખાની નૈતિક મૂલ્યો પર પણ ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.
ક્લાસરૂમમાં અશોભનીય વર્તન: MSU ની પ્રતિષ્ઠાને લાગેલો ઘાટ
વડોદરાની ગૌરવશાળી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની આર્ટ્સ ફેકલ્ટીમાં બનેલી ઘટના માત્ર યુનિવર્સિટીની અને સમગ્ર ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની શિસ્ત અને મૂલ્યો માટે ચિંતાજનક બની છે. જ્યા જ્ઞાનનું વિતરણ થાય છે, તેવી ક્લાસરૂમ જેવી પવિત્ર જગ્યા પર જ એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિની દ્વારા અશોભનીય હરકતો કરવામાં આવી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો આ ઘટનાએ શહેરના સાંસ્કૃતિક વર્તુળમાં ચકચાર મચાવી છે.
હાલાંકી, HD NEWS વીડિયોની પુષ્ટિ કરતું નથી, છતાં ઘટનાની ગંભીરતા જોતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરોએ આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડૉ. કલ્પના ગવળી પાસે પહોંચીને કડક પગલાંની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી.
ડૉ. ગવળી દ્વારા ઘટનાની તાત્કાલિક નોંધ લેવામાં આવી છે અને તેઓએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે એવા વિદ્યાર્થીઓ સામે રેસ્ટ્રિકશન સહિત કાયદેસર પગલાં લેવામાં આવશે. યુનિવર્સિટીના સ્તરે સંસ્કાર અને શિસ્ત જાળવવા આવા પ્રયાસો મહત્વપૂર્ણ છે
આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્વચ્છતા વ્યવસ્થા સામે મોટો પડકાર ઊભો થયો












