કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

અમરેલીઃ સાવરકુંડલામાં દીપડાના હુમલામાં 7 વર્ષની બાળકીનું મૃત્યુ

અમરેલી, તા. 5 ઓક્ટોબર, 2025: અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલામાં નિર્દોષ નાગરિકોનાં મોત થઇ રહ્યા છે. જેમાં ખાસ કરીને ખેતીકામમાં રોકાયેલા મજૂરોના બાળકો ભોગ બન્યા હતા. સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામની સીમમાં એક દુઃખદ ઘટના બની, જેમાં એક 7 વર્ષની બાળકી દીપડાના હુમલાનો ભોગ બની હતી.

આ ઘટના ગામના ખેડૂત વિપુલભાઈ સાવલિયાની વાડીમાં બની હતી. જ્યાં મધ્યપ્રદેશના શેરુભાઈનો પરપ્રાંતીય મજૂર પરિવાર કપાસ વીણવાનું કામ કરી રહ્યો હતો ત્યારે શેરુભાઈની 7 વર્ષની દીકરી વાડીમાં હાજર હતી. અચાનક દીપડાએ બાળકી પર હુમલો કરીને તેને ઉઠાવી લીધી હતી. પરિવારજનોએ તાત્કાલિક હિંમત બતાવી અને દીપડાના મુખમાંથી બાળકીને છોડાવવાનો પ્રયાસ કર્યો.

જોકે, દીપડાના મુખમાંથી છૂટે તે પહેલાં જ બાળકી ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ પામી હતી. સમગ્ર ઘટનાને લઈને વનવિભાગની ટીમે ઘટનાસ્થળે આવી પહોંચી હતી. દીપડાના હુમલા મામલે ધારી ગીર પૂર્વના DCFએ જણાવ્યું હતું કે, દીપડાના હુમલામાં બાળકીનું મોત નીપજ્યું હતું. દીપડાને પકડી પાડવા માટે વન વિભાગની ટીમે પાંજરા ગોઠવવાની કામગીરી કરી છે.

આ પણ વાંચોઃ ગુજરાત પર શકિત વાવાઝોડાનો ખતરો, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

Back to top button