આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

યુધ્ધની સ્થિતિ વચ્ચે મિડલ ઈસ્ટમાં 11 દેશોએ પોતાના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા, 3000 ગુજરાતીઓ દુબઇ અને અબુધાબીમાં ફસાયા

US/Israel vs Iran War: 28 ફેબ્રુઆરીને શનિવારે સવારે (ભારતીય સમય મુજબ) ઇઝરાયલે ઇરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર હુમલો કર્યો. જેના વળતા જવાબમાં, ઇરાને ઇઝરાયલ પર બદલો લેવા માટે કતાર, બહેરીન અને કુવૈત જેવા સાત દેશો પર આશરે 400 મિસાઇલો છોડી હતી. બહેરીનમાં હાલ તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. બહેરીનની રાજધાની મનામા અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટને કારણે ત્યાં રહેતા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાયો છે. અમેરિકા અને ઇઝરાયલી લશ્કરી હુમલા બાદ, ઈરાન સહિત 11 દેશોએ પોતાના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા છે, જેના કારણે ભારત જતી 850 થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. બેહરિન સહિતના એરપોર્ટ પર ગુજરાતી પ્રવાસી ફસાયા છે.

‘3000 ગુજરાતીઓ દુબઇ અને અબુધાબીમાં ફસાયા’

અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન અને દુબઇમાં હુમલો કરતા અનેક ગુજરાતીઓ ફસાયા છે. અક્ષર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું છે કે, અંદાજે 3000 ગુજરાતીઓ દુબઇ અને અબુધાબીમાં ફસાયા છે. યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા 1500થી વધુ મુસાફરોએ બુકિંગ રદ્દ કર્યા છે. દુબઇ અને ભારત વચ્ચે અઢી કલાકનું અંતર હોવાથી પર્યટકોમાં પ્રિય છે. હોળી અને ધૂળેટીની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો ફરવા માટે જતા હોય છે. પ્રતિ દિવસ 16થી વધુ ફલાઇટ ગુજરાત અને દુબઇ વચ્ચે કનેકટિંગ છે. તમામ ગુજરાતીઓ હાલમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. અત્યારની સ્થિતિ જોતા રાબેતા મુજબ પરિસ્થિતિ ક્યારે થશે તે કહેવું અઘરું છે. કોઈપણ પ્રવાસીને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રવાસ માટે ન જવા ભારત સરકારે સૂચના આપી છે, પરંતુ જે લોકો ગયા છે તેમના માટે લોકલ ટૂર ઓપરેટર વ્યવસ્થા કરી રહ્યા છે.

ઈરાન એરસ્પેસ પરના પ્રતિબંધો વચ્ચે 410 ફ્લાઈટ્સ રદ

દુબઈ એરસ્પેસ બંધ થવાની અસર ભારત પર જોવા મળી છે. ઈરાન એરસ્પેસ પરના પ્રતિબંધો વચ્ચે 410 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ભારતે પશ્ચિમ એશિયા એરસ્પેસ પરના પ્રતિબંધોને કારણે 400થી વધુ ફ્લાઈટ્સ રદ કરી. દુબઈ દરરોજ 2000થી વધુ ફ્લાઈટ્સ હેન્ડલ કરે છે. ગલ્ફ રિજન એશિયા-યુરોપ-આફ્રિકા-નોર્થ અમેરિકાને જોડતો એક મહત્વપૂર્ણ એવિએશન કોરિડોર છે. ઈન્ડિગોએ અલ્માટી, બાકુ, તાશ્કંદ, ત્બિલિસીની ફ્લાઈટ્સ રદ કરી છે. આ સસ્પેન્શન 28 માર્ચ સુધી લંબાવવામાં આવ્યું છે. રવિવારે સતત બીજા દિવસે પણ અમેરિકા અને ઇઝરાયલના ઇરાન પર હુમલા ચાલુ છે. ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ ઝડપથી બગડી ગઈ છે. વિમાન સેવા બંધ થવાની અસર દુબઈથી ભારત સુધી અનુભવાઈ રહી છે.

‘જેદાહ એરપોર્ટ પર ફસાયેલા લોકોને ભારત સલામત રીતે લાવવાની વ્યવસ્થા કરવામાં આવે’

ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો છે. ત્યારે અમદાવાદના જમાલપુર-ખાડીયા વિસ્તારમાંથી ગલ્ફ કન્ટ્રીમાં ગયેલા કેટલાક યાત્રાળુઓ સાઉદી એરપોર્ટ પર ફસાયા હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ત્યાં ફસાયેલા લોકોની સુરક્ષા માટે યોગ્ય કાર્યવાહી કરવા સરકારને અપીલ કરી છે.

28 ફેબ્રુઆરીને શનિવારે સવારે (ભારતીય સમય મુજબ) ઇઝરાયલે ઇરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર હુમલો કર્યો. જેના વળતા જવાબમાં, ઇરાને ઇઝરાયલ પર બદલો લેવા માટે કતાર, બહેરીન અને કુવૈત જેવા સાત દેશો પર આશરે 400 મિસાઇલો છોડી હતી. બહેરીનમાં હાલ તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. બહેરીનની રાજધાની મનામા અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટને કારણે ત્યાં રહેતા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો: શું ઈરાન યુદ્ધથી ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ? ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ? કોની સાથે છે આરબ દેશો?

 

Back to top button