ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં AMCની બેદરકારી, 70 દિવસમાં 12 નિર્દોષના મોત

  • દર વર્ષે રુપિયા એક હજાર કરોડથી પણ વધુની રકમનો ખર્ચ
  • વીજ થાભંલાની લાઈટો મોટાભાગના વિસ્તારોમાં બંધ હાલતમાં જોવા મળી
  • કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીથી નિર્દોષ નાગરિકોના ભોગ

અમદાવાદમાં આ વર્ષે ચોમાસાના આરંભથી 70 દિવસના સમયમાં શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા 12 નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે. આ તમામના મોત પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી સિવાય અન્ય કોઈ કારણ નથી. કહેવા પુરતા સ્માર્ટ સિટીમાં આટલી મોટી સંખ્યામા કોઈ એક વર્ષના ચોમાસામા મોત થયા હોય એવુ નજીકના વર્ષોમાં ધ્યાનમાં આવ્યુ નથી. કહેવા પુરતા સ્માર્ટ સિટીમાં નિર્દોષોના મોત છતાં સત્તાધીશો અધિકારીઓની જવાબદારી નક્કી કરીને તેમની સામે કાર્યવાહી કરવામા પણ પોણીયા પુરવાર થયા છે.

દર વર્ષે રુપિયા એક હજાર કરોડથી પણ વધુની રકમનો ખર્ચ

દર વર્ષે રુપિયા એક હજાર કરોડથી પણ વધુની રકમનો ખર્ચ શહેરમાં રસ્તાઓ રીસરફેસ કરવા કે નવા બનાવવા પાછળ કોર્પોરેશન દ્વારા કરવામા આવતો હોય છે. આમ છતાં શહેરના રસ્તાઓની પરિસ્થિતિ ગામડાઓ કરતા પણ વધુ ખરાબ જોવા મળી રહી છે. એક તરફ શહેરના અનેક રસ્તાઓ ઉબડખાબડ છે. બીજી તરફ કોર્પોરેશન તરફથી નાંખવામા આવેલા વીજ થાભંલાની લાઈટો મોટાભાગના વિસ્તારોમાં બંધ હાલતમાં જોવા મળે છે. આવી હાલતમાં કોઈપણ રોડ ઉપર વાહન લઈને નીકળનારા વાહન ચાલકને ખુબ સાવચેતી અને સતર્કતાથી વાહન ચલાવવાની નોબત આવી પડે છે.

કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીથી નિર્દોષ નાગરિકોના ભોગ

કોર્પોરેશનના અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલી વખત જોવા મળી રહ્યું છે કે, કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીથી નિર્દોષ નાગરિકોના ભોગ લેવાતા હોય તેમ છતાં પણ સત્તા પક્ષ તરફથી એક પણ હોદ્દેદાર કોઈ પ્રતિક્રીયા આપી શકવાની સ્થિતિમા નથી. તો આ સાથે જ જે તે બનાવ સંદર્ભમાં તપાસ કમિટી બનાવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરાતી નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 12 સામે FIR દાખલ

Back to top button