ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદનું કાંકરિયા લેક રહેશે બંધ, 70મો ફિલ્મફેર એવૉર્ડ યોજાશે

  • આવતીકાલે શનિવારે અમદાવાદનું કાંકરિયા લેક રહેશે બંધ
  • VIP મૂવમેન્ટ અને ટ્રાફિક હોવાના કારણે તંત્રએ નિર્ણય કર્યો
  • કાંકરિયા તળાવ, કિડ્સ સિટી, પ્રાણી સંગ્રહાલય બંધ રહેશે

અમદાવાદના મણિનગરમાં આવેલા ટ્રાન્સ્ટેડિયા ખાતે 11 ઓક્ટોબર, 2025ના રોજ 70મા ફિલ્મફેર ઍવૉર્ડનું આયોજન કરવામાં આવ્યુ છે.

ગુજરાતમાં સતત બીજી વખત ફિલ્મફેર ઍવૉર્ડ્સનું આયોજન

આ દરમિયાન VIP મૂવમેન્ટ અને ટ્રાફિક હોવાના કારણે તંત્રએ શનિવારે (11 ઑક્ટોબર) કાંકરિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ, ગુજરાતમાં સતત બીજી વખત ફિલ્મફેર ઍવૉર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે.

બોલિવૂડના કલાકારો સહિતના સ્ટાર આવવાના છે

આ વખતે 70મા ફિલ્મફેર ઍવૉર્ડના આયોજન માટે ટુરિઝમ કોર્પોરેશન અને વર્લ્ડ વાઇડ મીડિયા વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. આમ શહેરના મણિનગર વિસ્તારમાં ફિલ્મફેર ઍવૉર્ડ્સનું આયોજન છે, તે દિવસે બોલિવૂડના કલાકારો સહિતના સ્ટાર આવવાના છે. આ દરમિયાન શહેરમાં ટ્રાફિની સમસ્યા કે અન્ય કોઈ ઘટના ન બને તેને લઈને 11 ઓક્ટોબરે કાંકરિયા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કાંકરિયા તળાવ, કિડ્સ સિટી, પ્રાણી સંગ્રહાલય સહિત શનિવારના દિવસે બંધ રહેશે.

આ પણ વાંચો: ગુજરાત: ભેજાબાજો હવે ઓનલાઈન શોપિંગ કરનારાઓને કરે છે ટાર્ગેટ, જાણો કેવી રીતે

Back to top button