ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ : સાબરમતી નદીને પહેલીવાર સંપૂર્ણ ખાલી કરી સફાઈ અભિયાન ચલાવવાની કામગીરી શરૂ

  • નદીના પટને સાફ કરવાની આ કામગીરી જનભાગીદારીથી કરાશે
  • 12 મેથી 5 જૂન દરમિયાન વાસણા બેરેજના દરવાજાના મરામતની કામગીરી કરાશે
  • વાસણા બેરેજના ઉપરવાસમાં માટીનો રેમ્પ બનાવવાની કામગીરી શરૂ

અમદાવાદમાંથી વહેતી સાબરમતી નદી પર વાસણા ખાતે બેરેજ બનાવવામાં આવ્યો છે. બેરેજના દરવાજાના રીપેરિંગ અને ઉપરવાસમાં માટીના રેમ્પની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના માટે થઈને રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી કરાશે. આ કામગીરી 12 મે થી 5 જૂન સુધી ચાલશે.

નદીને સંપૂર્ણ ખાલી કરવાની જરૂર છે

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે એક યાદીમાં જણાવ્યું છે કે, ‘વાસણા બેરેજમાં બંધ સુરક્ષાને ઘ્યાનમાં રાખીને ચોમાસા પૂર્વે કરવાના થતાં મરામતના કામના ભાગરૂપે દરવાજાનું સમારકામ કરાશે. આ કામગીરી 12 મે થી 5 જૂન દરમિયાન થશે. આ ઉપરાંત વાસણા બેરેજના ઉપરવાસમાં માટીનો રેમ્પ બનાવવાની કામગીરી હાથ ધરાવવાની હોવાથી નદીને સંપૂર્ણ ખાલી કરવાની જરૂર છે. જેની કામગીરીનો 10 મેથી પ્રારંભ થઇ ગયો છે.

નદીના પટને સાફ કરવાની આ કામગીરી જનભાગીદારીથી કરાશે

આ સમય દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા નદીના પટને સાફ કરવાની કામગીરી હાથ ધરાશે. નદીના પટને સાફ કરવાની આ કામગીરી જનભાગીદારીથી કરાશે. આ કામગીરીને પગલે સુભાષ બ્રિજથી લઈ અને વાસણા બેરેજ સુધીની ભાગનો વિસ્તાર લગભગ ખાલી થઈ જશે. સુભાષ બ્રિજ નજીક સાબરમતી નદી પર બુલેટ ટ્રેનનું કામગીરી ચાલી રહી છે, જેથી ત્યાંથી આગળના નદીથી બ્રિજથી લઈને વાસણા બેરેજ સુધીનો ભાગ ખાલી થશે.

રાજસ્થાનમાં અરવલ્લીની હારમાળામાંથી નીકળતી આ સાબરમતી નદી

રાજસ્થાનમાં અરવલ્લીની હારમાળામાંથી નીકળતી આ સાબરમતી નદી ખંભાતની ખાડીમાં પહોંચે છે ત્યાં સુધીમાં 371 જેટલા કિલોમીટરની સફર કરે છે. અમદાવાદમાં નદી પ્રવેશે છે એ પહેલાં તેનાં પર 6 જેટલા નાના-મોટા ડેમ આવેલા છે.

આ પણ વાંચો: કડી નજીક અંડરપાસમાં પાણી ભરાતા 4 વાહનો ફસાયા, 1 વ્યક્તિનું મૃત્યુ, 6 વાહનચાલકોનું રેસ્ક્યુ

Back to top button