અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ: મોડી રાત્રે આગના બે બનાવ; એસજી હાઇવે પર અંદાજ પાર્ટી પ્લોટમાં જ્વાળા ભભૂકી; કાલુપુરમાં ફ્રુટની 4 લારી બળીને રાખ

2 મે 2025 અમદાવાદ: ગુરુવારે મોડી રાત્રે બે જગ્યાએ આગ લાગવાના બનાવ બનવા પામ્યા હતા. જેમાં એક એસજી હાઇવે પાસે આવેલા અંદાજ પાર્ટી પ્લોટમાં વિકરાળ આગ લાગી હતી અને કાલુપુરના ફ્રુટ માર્કેટમાં આગ લાગતા ચાર દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. સદનસીબે બંને ઘટનામાં જાનહાનીનો બચાવ થયો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા બંને વિસ્તારોમાં અલગ અલગ ફાયર બ્રિગેડની ગાડીઓ રવાના થઈ આગ પર કાબુ મેળવ્યો હતો.

SG હાઇવેથી સરખેજ સુધી જ્વાળાઓ દેખાઈ
ફાયર વિભાગના અધિકારીઓના HD ન્યુઝની ટીમને જણાવ્યા મુજબ અમદાવાદ ગ્રામ્ય એસપી ઓફિસની સામે આવેલા અંદાજ પાર્ટી પ્લોટમાં અચાનક આગ લાગતા આગ એટલી વિકરાળ બની હતી કે એસજી હાઇવેથી સરખેજ રોડ સુધી ધુમાડાઓ અને જ્વાળાઓ દેખાતી હતી. જોકે ઘટનાની જાણ થતા પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાંથી 7 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. પાર્ટી પ્લોટમાં મંડપનો સામાન જોકે લાકડા, ખુરશીઓ, મંડપનો સામાન જેવી વસ્તુ રાખવામાં આવી હતી. જે સંપૂર્ણપણે બળીને ખાસ થઈ ગઈ હતી. આગને બુધાવા માટે અંદાજે દોઢથી 2 હજાર લીટર પાણીનો મારો ચલાવી કાબુમાં લેવામાં આવી હતી.

4 દુકાનો ઝપેટમાં આવી; 9 ગાડીઓ ઘટના સ્થળે થઈ
કાલુપુર ફ્રુટ માર્કેટમાં લાગેલી આગના બનાવમાં ફાયર વિભાગે જણાવ્યું હતું કે કાલુપુર વિસ્તારમાં મોડી રાત્રે ફ્રુટ માર્કેટમાં અચાનક આગ લાગતા પાંચકુવા અને જમાલપુર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. આ આજ્ઞા બનાવવામાં કુલ ચાર દુકાનો આગની ચપેટમાં આવી હતી. આ ઘટનામાં નવ ફાયર વિભાગના વાહનો ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા જે બાદ પ્રેશરથી પાણીનો મારો ચલાવી કાબુમાં લેવામાં આવી હતી. જોકે બંને ઘટનામાં ભીડ ન હોવાથી જાનહાનિનો બચાવ થયો હતો.

Back to top button