અમદાવાદ: સોલા પોલીસે ભાડાના મકાનોમાં રહેતા 17 બાંગ્લાદેશી ઘૂસણખોરને પકડ્યા, જાણો તેમના નામ

- વિદેશી નાગરિકોને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
- બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવશે
- મહિલાઓ રૂ. 5 હજારમાં બાંગલાદેશની બોર્ડર ક્રોસ કરીને અમદાવાદ પહોંચી
ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં વિદેશી નાગરિકોને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અમદાવાદ અને સુરત શહેરમાં દરોડા પાડીને શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. તેવામાં 30 ઓક્ટોબરે અમદાવાદના સોલામાંથી 17 ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે.
બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવશે
અમદાવાદ શહેરની સોલા પોલીસે ભાડાના મકાનોમાં રહેતા 17 બાંગ્લાદેશી ઘૂસણખોરની અટકાયત કરી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે તમામ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા હતા. જેમાંથી મોટાભાગે મહિલાનો સમાવેશ થાય છે. ઝડપાયેલા બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
મહિલાઓ રૂ. 5 હજારમાં બાંગલાદેશની બોર્ડર ક્રોસ કરીને અમદાવાદ પહોંચી
ચંડોળા પર પોલીસે કવાયત કર્યા બાદ સોલા પોલીસે ગોતા, ચાંદલોડિયામાં સહિતના વિસ્તારમાં ગેરકાયદે રહેતી 17 બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાઓને ઝડપી લીધી છે. આ મહિલાઓ રૂ. 5 હજારમાં બાંગલાદેશની બોર્ડર ક્રોસ કરીને અમદાવાદ પહોંચી હતી. બાંગ્લાદેશી મહિલાઓને મકાન આપનાર પાંચ મકાન માલિક વિરુદ્ધ પણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે મહિલાઓને પરત બાંગ્લાદેશ રવાના કરવાની કવાયત આદરી છે. એક મહિલા સાથે આઠ વર્ષનું બાળક પણ છે.
ઝડપાયેલી લોકોની વિગત
સાતી ઝાહિદ શેખ (ઉ.વ. ૨૨), બીલ્કીશ મોહેરુદિન શેખ (ઉ.વ. ૨૭), ઓઝુફા મોહમ્મદ માસુમ બિલ્હા (ઉ.વ. ૩૮), રેહાનાબેગમ લીટોન મોહમ્મદ જલીલ ગાઝી (ઉ.વ. ૩૫), સોનાય બીબી રહેમાનઅલી સૈયદ (ઉ.વ. ૪૪), શાંતા ખાતુન ઉર્ફે મેઘલા અસલમ કાઝી (ઉ.વ. ૨૧), હલીમા બેગમ ઉસ્માન મુલ્લા જબીબુર રહેમાન મુલ્લા (ઉ.વ. ૪૯), જીવન નાહર ઓસૈન અહેમદ ગાજી (ઉ.વ. ૩૫), સુમૈયા અખ્તર મીમ જોસેપ હુસૈન, રેહાનાબેગમ આલામત ફકીર ઇલ્યાસખાન સારેજનખાન (ઉ.વ. ૩૮), સુલતાના નીઝાઉદિન મુલ્લા (ઉ.વ. ૪૦), પરવીન અખ્તર જોમૂત મિયા પોલી (ઉ.વ. ૩૮), આયસા ખાતુન મુન્ના શેખ ઇફશર બારીક મોડોલ (ઉ.વ. ૩૦), સુમા અખ્તર યાસીન મુલ્લા (ઉ.વ. ૨૬), સલમા ખાતુન રીબોન શેખ સોલેમાન ખાન આમીર ખાન (ઉ.વ. ૨૫), જોલી બેગમ અકીદુલ મુલ્લા (ઉ.વ. ૨૭), મોઇના ખાતુન સાજુ શેખ અબ્દુલ લતીફ બાદલ મુલ્લા (ઉ.વ. ૩૪).
આ પણ વાંચો: અમદાવાદ: દોઢ વર્ષથી બંધ કાંકરિયા બોટિંગ સેવા ફરી શરૂ થશે!












