અમદાવાદમાં કાયદાના ધજાગરા ઉડાવતા નબીરાઓ, સિંધુ ભવન રોડ પર 4 યુવતીઓ વચ્ચે મારામારી

અમદાવાદ, 24 ડિસેમ્બર 2025: અમદાવાદમાં જેવા મોટા શહેરોમાં સ્ટંટબાજોની હરકતોથી કાયદાને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી રહી છે. બાઈક સ્ટંટ કરી ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતા વીડિયો સતત સામે આવી રહ્યા છે. જેને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હજુ ગત રોજ અમદાવાદના સિંધુભવન રોડની શરૂઆતનો જ અન્ય એક વીડિયો પણ વાઈરલ થયો છે. 31 ડિસેમ્બરને લઈ સિંધુભવન રોડ પર રોશની કરવામાં આવી છે. જેને લઈને અહીં મોટી સંખ્યામાં લોકો ફોટા પડાવવા આવતા હોય છે. ત્યારે સિંધુભવન રોડ પર જ ચાર યુવતીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે યુવતીઓ ઝઘડી રહી હતી જેમાં એક યુવતીએ અન્ય યુવતીના વાળ પકડીને ખેંચી રહી હતી. આ દરમિયાન અન્ય બે-ત્રણ યુવતીઓ ત્યાં પહોંચે છે અને તે યુવતીને વાળ પકડીને માર મારે છે.
અન્ય એક ઘટના પણ સિંધુભવન રોડ ઉપર જ્યાં રાતના સમયે યુવાઓની અવરજવર વધુ રહે છે, ત્યાં જ સ્પોર્ટ્સ બાઈક ઉપર એક યુવકનો સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થયો છે. બાઇક ઉપર બે યુવકો બેઠા હતા. જેમાંથી બાઈકચાલક ચાલુ ગાડીએ બાઈકની સીટ ઉપર ઉભો થઈ ખુલ્લા હાથે બાઈક ચલાવતો જોવા મળ્યો હતો. આ વીડિયો સિંધુભવન રોડની શરૂઆતનો જ છે. વીડિયોના આધારે ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.
વાયરલ થઈ રહેલા આવા જ એક વીડિયોમાં સિંધુભવન રોડ ઉપર એક બાઈક પર બે યુવકો જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. જ્યારે સિંધુભવન રોડ પરના બીજા વીડિયોમાં યુવતીઓ વચ્ચે કોઈ બાબતને લઈને મારામારી થઈ હતી. જ્યારે ત્રીજા વીડિયોમાં એક એક્ટિવા પર યુવકે જોખમકારક રીતે યુવતીને બેસડાઈ વાહન ચલાવી રહ્યો હતો. ડીસીપી (પશ્ચિમ) ભાવના પટેલે જણાવ્યું હતું કે, આ ત્રણેય વાઈરલ વીડિયો મામલે તપાસ કરવામાં આવી રહી છે.
આ અગાઉ અમદાવાદના ઈસ્કોન બ્રિજથી પરથી પણ આવો જ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં જોઈ શકાય છે કે, એક કપલ એક્ટિવા પર જઈ રહ્યું હતું. જેમાં યુવતીને આગળની તરફ પોતાની બાજુએ મોઢુ રખાવી યુવક જોખમી રીતે એક્ટિવા ચલાવી રહ્યો હતો. યુવકના આ જોખમી ડ્રાઈવિંગને કારણે અન્ય વાહનચાલકોને પણ જોખમ રહેલું છે. યુવકનો આ વીડિયો વાઈરલ થતાં ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: સ્ટાઇલિશ અને મોડેલ હની પટેલનું AAPમાંથી રાજીનામુ, અંગત કારણ દર્શાવી પાર્ટી છોડી












