અમદાવાદનો સૌથી ભયાનક અકસ્માત, ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માત જોવા ઉભેલા ટોળા પર જેગુઆર કાર ફરી વળતા 9 લોકોના કમકમાટી ભર્યા મોત

HD ન્યુઝ ડેસ્કઃ અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમ ગાર્ડનું પણ મોત થયું હતું. જ્યારે 15થી 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
9 લોકોનાં મોત નિપજ્યાઃ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકો ભેગા થયા હતા. તે સમયે કર્ણાવતી ક્લબ તરફથી આવી રહેલી જેગુઆર કાર અંદાજે 160થી વધુની સ્પીડે દોડી રહી હતી. આ કારે અકસ્માત જોઈ રહેલા ટોળા પર ફરી વળતા કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ સહિત 9 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
#WATCH | Ahmedabad, Gujarat | An accident took place at the ISKCON flyover on Sarkhej-Gandhinagar (SG) highway. pic.twitter.com/r4r9ghl3VF
— ANI (@ANI) July 20, 2023
લોહીના ખાબોચિયા ભરાયાઃ અકસ્માત બાદ રસ્તા પર ચારે તરફ લોહીના ખાબોચિયા ભરાયા હતા. આ સ્થીતી એટલી હદ બારે ખરાબ હતી કે કોઈ સામાન્ય માણસ તો જોઈ પણ ના શકે. જ્યાં જુઓ ત્યાં લોહી જ લોહી પડ્યું હતું આ એકસ્માત બાદ લોકોનો ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. આ પરીસ્થીતીને જોતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે સતત રહીને પરીસ્થીતીને શાંત પાડી રહી હતી. હાલ પોલીસે આગળની કાર્યવાહી શરુ કરી નાખી છે. સુત્રો તરફથી જાણવા મળ્યું છે કે જેગુઆર કારની અંદર ગોતા વિસ્તારમાં કુખ્યાત ઈમેજ ધરાવતા વ્યક્તિનો દીકરો અને બીજા એક યુવક અને યુવતી પણ હતા. યુવકને હાલ વધારે ઈજા થતા હોસ્પીટલે ખસેડવામાં આવ્યો છે જ્યારે
અંદર બેઠેલી યુવતી ક્યાં ગઈ તેની કોઈને જાણ નથી
મોટા ભાગના લોકો યુવાનઃ આ અક્સમાતમાં જે લોકો ઘાયલ થયા છે તેમને સોલા સીવીલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. જે લોકો મૃતક છે તેમા મોટા ભાગના લોકો યુવાન હતા.
આ પણ વાંચોઃ મણિપુરમાં હિંસા વચ્ચે શરમજનક ઘટના, બે મહિલાઓએ કેમેરા સામે નગ્ન કરી ફેરવી












