અમદાવાદ પોલીસે ‘સૈયારા’ ટ્રેન્ડનો ઉપયોગ કર્યો, કરી ખાસ અપીલ, કહ્યું… ‘પ્રેમ અધૂરો રહી જશે’

- ટ્રેન્ડનો લાભ ઉઠાવીને ટ્રાફિક પોલીસે એક અનોખી પહેલ કરી
- પોલીસે અમદાવાદીઓને ‘હેલ્મેટ પહેરવાનો’ ખાસ સંદેશ આપ્યો
- એકલા હો કે સૈયારા સાથે, હેલ્મેટ જરૂર પહેરજો
અમદાવાદ પોલીસે ‘સૈયારા’ ટ્રેન્ડનો ઉપયોગ કર્યો છે અને લોકોને ખાસ અપીલ કરી છે. જેમાં બોલીવુડની ફિલ્મ ‘સૈયારા’ હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મના ગીતો અને સીન્સ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય થયા છે. આ ટ્રેન્ડનો લાભ ઉઠાવીને અમદાવાદ ટ્રાફિક પોલીસે એક અનોખી પહેલ કરી છે.
सैयारा के साथ ड्राइव पर जा रहे हो?
तो हेलमेट को भी साथी बनाओ…
वरना प्यार अधूरा रह जाएगा ।#saiyaarawithhelmet #helmethaizaroori #saiyaara #saiyaaramovie2025 @GujaratPolice pic.twitter.com/tsPSX5qumS— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) July 24, 2025
પોલીસે અમદાવાદીઓને ‘હેલ્મેટ પહેરવાનો’ ખાસ સંદેશ આપ્યો
ફિલ્મના એક વાયરલ સીનને ટાંકીને, પોલીસે અમદાવાદીઓને ‘હેલ્મેટ પહેરવાનો’ ખાસ સંદેશ આપ્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે પોતાના ઓફિશિયલ ‘X’એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે કે, ‘જ્યારે સૈયારા તમને હેલ્મેટ પહેર્યા વગર સાથે આવવાનું કહે, એ થોડી ક્ષણોને લાંબી બનાવવા માટે ત્યારે હેલ્મેટ જરૂર પહેરો અને સૈયારાને પણ પહેરાવો.’
એકલા હો કે સૈયારા સાથે, હેલ્મેટ જરૂર પહેરજો
પોલીસે આ પોસ્ટમાં વધુ ભારપૂર્વક જણાવ્યું કે, ‘એકલા હો કે સૈયારા સાથે, હેલ્મેટ જરૂર પહેરજો. સૈયારા સાથે ડ્રાઇવ પર જઈ રહ્યા છો? તો હેલ્મેટને પણ સાથી બનાવી લો… નહીંતર પ્રેમ અધૂરો રહી જશે!’
આ પણ વાંચો: ગુજરાત: 9 દિવસનું મિનિ વેકેશન, સરકારી કચેરીઓમાં 4 રજાઓની અરજીઓનો ઢગલો












