ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મેયર હિતેશ બારોટ આવતીકાલે પૂર્વ અમદાવાદના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે

Ahmedabad Mayor Hitesh Barot: અમદાવાદના નવા બનેલા મેયર હિતેશભાઈ બારોટ આવતીકાલે તા. 27 મે, 2026ના રોજ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલા મહત્વના વિકાસ કાર્યોની સમીક્ષા કરવાના છે. શહેરના વિકાસને વેગ આપવા અને કામગીરીને સમયસર તેમજ ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવા માટે મેયર સાથી પદાધિકારીઓની ટીમ સાથે વિવિધ સ્થળોની મુલાકાત લેશે.

પૂર્વ વિસ્તારમાં ચાલતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કામોને વધુ ગતિ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુલાકાત દરમિયાન સ્થળ પર જઈ કામગીરીનું વ્યક્તિગત નિરીક્ષણ કરવામાં આવશે અને સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

જાણો આખો કાર્યક્રમ

સવારે 9:00 કલાકે મેયર હિતેશભાઈ બારોટ તથા તેમની ટીમ મેટ્રો નંબર-95, વસ્ત્રાલ આરટીઓ પાસે આવેલા ખારીકટ કેનાલના કામના સ્થળે પહોંચશે. અહીં ચાલી રહેલા કેનાલ વિસ્તાર અને સંબંધિત કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે.

ત્યારબાદ સવારે 10:00 કલાકે લાલગેબી સર્કલથી આગળ લેક ઇન્ટરલિંકિંગ કામગીરીના સ્થળે મુલાકાત લેવામાં આવશે. વરસાદી પાણીના સંચાલન, પાણીના પુનઃઉપયોગ અને પર્યાવરણલક્ષી વિકાસને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલા આ કામ અંગે અધિકારીઓ પાસેથી વર્તમાન પ્રગતિ અને આગામી યોજનાઓની માહિતી મેળવવામાં આવશે. જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે.

સવારે 11:00 કલાકે પૂર્વ ઝોન કચેરી, વિરાટનગર ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાશે. આ બેઠકમાં મેયર, સાથી પદાધિકારીઓ, પૂર્વ ઝોનના કાઉન્સિલરો તેમજ ઇજનેરી, હેલ્થ, ગાર્ડન અને એસ્ટેટ વિભાગના તમામ અધિકારીઓ હાજર રહેશે. બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિ, અવરોધો અને તેના ઉકેલ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવશે.

આ પ્રવાસ અને સમીક્ષા દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ વિસ્તારના વિકાસને વધુ મજબૂત બનાવવા અને નાગરિકોને સારી સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યું છે.

આ પણ વાંચો: પ્રાકૃતિક ખેતીથી લાખોની કમાણી, કલ્પેશ પટેલ બન્યા ખેડૂતો માટે પ્રેરણા

Back to top button