ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ, પિસ્તોલ અને બે જીવતા કારતૂસ જપ્ત

અમદાવાદ, 21 જાન્યુઆરી 2026: અમદાવાદના રાયખડ વિસ્તારમાંથી પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી પાસેથી એક પિસ્તોલ અને બે જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રો અનુસાર, આરોપી આ પિસ્તોલ આગ્રા-રાજસ્થાન બોર્ડર વિસ્તારમાંથી લાવ્યો હતો. ગુપ્ત માહિતીના આધારે પોલીસે રાયખડ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં તે હથિયાર ક્યાંથી લાવ્યો તે વિશે માહિતી આપી છે, પરંતુ તેનું નામ અને વધુ વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.

પોલીસે આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. આ પ્રકારની ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા વિસ્તારમાં વધુ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.

આ પણ વાંચો: બગદાણા હુમલા કેસમાં મોટા અપડેટ્સ: માયાભાઈ આહીરના પુત્ર જયરાજને SITનું તેડું, આજે સાંજે હાજર થવાની સંભાવના

Back to top button