અમદાવાદ: હવેથી દરેક ભારતીય પર 90,000નું દેવું; VIDEO થકી જાણો કોંગ્રેસની પ્રતિક્રિયા

2 જુલાઇ 2025 અમદાવાદ: હાલમાં જ ભારતની સર્વોચ્ચ બેંક એવી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના અહેવાલને સૌ કોઈને ચોંકાવી દીધા છે જેમાં ડેટા આપવામાં આવ્યા છે જે આધારે છેલ્લા બે વર્ષમાં પ્રતિ ભારતીય 90 હજાર રૂપિયા દેવું થયું છે એટલે કે દેવું વધીને 4,80,000 હજાર કરોડ થઈ ગયું છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે ત્યારે કેવા પ્રકારના આક્ષેપ સરકાર સામે કરવામાં આવ્યા છે આવો જાણીએ.
ભારતીયની આવકના 25.7% ભાગ દેવાની ચુકવણીમાં
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ આ મુદ્દે જણાવ્યું છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો અહેવાલ સામે આવતા દરેક ભારતીય માટે ચિંતા ઊભી થઈ છે. કારણ કે ભારતીયની આવકના 25.7% ભાગ દેવું ચુકવવામાં જઈ રહ્યું છે. સૌથી વધુ 55% ક્રેડીટ કાર્ડ, મોબાઈલ હપ્તા સહીત લોન ચુકવામાં ખર્ચાઈ રહ્યા છે, એનો અર્થ એ છે કે, ભારતીય પરિવારો મોંઘવારીના ભારથી કરજ લેવાં માટે મજબુર બન્યા છે. યુવાનોને નોકરી નથી, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. મોંઘવારીથી જનતા પારાવાર પરેશાન થઈ રહી છે.
RBIના અહેવાલથી અર્થ વ્યવસ્થાની ચિંતાજનક તસવીર
કોંગ્રેસ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે એક તરફ દેશની જનતા દેવાના ડુંગરમાં ધકેલાઈ રહ્યા છે. બીજી બાજુ મોદી સરકારના મિત્રો વધુને વધુ ધનવાન બની રહ્યા છે. આજે અચ્છે દિન, અમૃતકાલ જેવા રૂપાળા શબ્દો – સુત્રો વચ્ચે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના તાજા અહેવાલથી ભારતની અર્થવ્યવસ્થાની ચિંતાજનક તસ્વીર સામે આવી છે












