ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: હાઈકોર્ટનો હુકમ છતા તંત્ર બેધ્યાન, શહેરના બિસ્માર અને તૂટી ગયેલા રસ્તા

  • ગુજરાત હાઈકોર્ટના નિર્દેશો જાણે કાગળ પર રહી ગયા છે
  • ખાડા રાજ, ઉબડ ખાબડ રસ્તાઓ અને ભુવા પડવાની સ્થિતિ
  • શહેરમાં ઝોન વાઈઝ રસ્તાઓના ગ્રીવન્સ રિડ્રેસલ સેલની રચના થઇ નથી

અમદાવાદ શહેરના બિસ્માર અને તૂટી ગયેલા, ખાડા પડી ગયેલા રોડ-રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવા, તેનું નિયમિત મોનીટરીંગ કરવા અને રોડ-રસ્તાઓના નિર્માણમાં ઉચ્ચ ગુણવત્તાના ધોરણો જોળવવા, કસૂરવાર કોન્ટ્રાકટરોને દંડ અને આ સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવા સહિતના ગુજરાત હાઈકોર્ટના નિર્દેશો જાણે કાગળ પર રહી ગયા છે.

શહેરમાં ખાડા રાજ, ઉબડ ખાબડ રસ્તાઓ અને ભુવા પડવાની સ્થિતિ

શહેરના મોટાભાગના વિસ્તારમાં હાલની ચોમાસાની સીઝનમાં આજે પણ ખાડા રાજ, ઉબડ ખાબડ રસ્તાઓ અને ભુવા પડવાની સ્થિતિ જોવા મળી રહી છે. જેને લઈને કેટલાક ગંભીર અકસ્માતોની ઘટનાઓ ઘટવા છતાં અમ્યુકો સત્તાવાળાઓના પેટનું પાણી હાલતું નથી. રોડ-રીપેરીંગમાં માત્ર દેખાડવા ખાતર પેચવર્ક કરી દે છે પરંતુ વાસ્તવિક સ્થિતિ બહુ ગંભીર અને ચિંતાજનક છે.

શહેરમાં ઝોન વાઈઝ રસ્તાઓના ગ્રીવન્સ રિડ્રેસલ સેલની રચના થઇ નથી

શહેર સહિત રાજયભરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ, જાહેર માર્ગો અને ફુટપાથ પર લારી-ગલ્લા, પાથરણાવાળા દબાણો, ગેરકાયદે પાર્કિંગ સહિતના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટ અરજીમાં વર્ષ 2017માં જસ્ટિસ એમ.આર.શાહના વડપણ હેઠળની ખેંચે શહેરના રોડ-રસ્તાઓની બિસ્માર સ્થિતિ અને તેના નિવારણને લઈ બહુ જ મહત્ત્વના નિર્દેશો અમ્યુકો સત્તાધીશોને જારી કર્યા હતા. જેમાં હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓને શહેરના રોડ રસ્તાઓના તાત્કાલિક રીપેરીંગ અને તેની જાળવણી માટે રોડ રીપેર રિડેવપમેન્ટ સેલની રચના કરવા પણ હુકમ કર્યો હતો.જોકે, ચોંકાવનારી અને આઘાતજનક વાત એ છે કે, 12-12 વર્ષો બાદ પણ AMC સત્તાવાળાઓ શહેરમાં ઝોન વાઈઝ આ રસ્તાઓના ગ્રીવન્સ રિડ્રેસલ સેલની રચના કરી શક્યા નથી અને માત્ર હુકમનું પાલન કાગળ પર બતાવવા ખાતર સેન્ટ્રલાઈઝ સેલ ઊભો કરી દીધો છે.

વાસ્તવમાં કોર્પોરેશન પાસે જરૂરી સ્ટાફ જ નથી

સૌથી નોંધનીય વાત તો એ છે કે, એ વખતે હાઈકોર્ટે AMC સત્તાવાળાઓને આ રોડ-રસ્તા ગ્રીવન્સ રિડ્રેસલ સેલની રચના અંગે નાગરિકોને જાણકારી મળી રહે અને તેઓ ફરિયાદ કરી શકે તે માટે બહોળી પ્રસિધ્ધિ કરવા પણ સ્પષ્ટ જણાવ્યું હતું પરંતુ અમ્યુકો સત્તાવાળાઓ તેનું પણ ચુસ્તપણે પાલન કરવામાં નિષ્ફળ રહ્યા છે. અમ્યુકો સત્તાવાળાઓ ઝોન વાઇઝ આવો સેલ ઉભો નથી કરી શક્યા તેનું એક કારણ એ પણ છે કે, વાસ્તવમાં કોર્પોરેશન પાસે જરૂરી સ્ટાફ જ નથી. ખાસ કરીને રોડ-રસ્તાઓના ટેકનીકલ નોલેજ અને નિપુણતાને લઈ નિષ્ણાત તજજ્ઞોની અછત છે.

Back to top button