અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમધ્ય ગુજરાત

અમદાવાદ: ચંડોળા ડિમોલેશન પાર્ટ 2; બે દિવસમાં જ ડિમોલેશન પૂર્ણ કરાશે; કાંકરીયા જેમ ડેવલપ કરવાનો પ્લાન તૈયાર

20 મે 2025 અમદાવાદ: શહેરમાં ગુજરાતનું સૌથી મોટું ડિમોલેશન ચાલે છે. તેવું ચંડોળા તળાવ મુખ્ય બે ભાગમાં વહેંચાયેલું છે. છોટા ચંડોળા તળાવ અને બડા ચંડોળા તળાવ, હાલ આજે જે ડિમોલેશન ચાલી રહ્યું છે તે છોટા ચંડોળા તળાવ ઇસનપુર વિસ્તારમાં આવેલું છે જે અંદાજે 1 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ઇસનપુર સૂર્યનગર પોલીસ ચોકી મીરા સિનેમા તરફ જતા રોડ પર આ સમગ્ર વિસ્તારનો સમાવેશ થઈ રહ્યો છે.

3000 પોલીસ, 25 SRP ટુકડીઓ બંદોબસ્તમાં ખડે પગ
સમગ્ર બે ફેઝમાં ડિમોલેશનનું કામ પૂર્ણ કરાશે ફેઝ 1ની વાત કરીએ તો 4000 કાચા પાકા બાંધકામ દૂર કરાયા છે. 1.50 લાખ સ્ક્વેર મીટર જમીન ખાલી કરાવાઇ રહી છે ત્યારે 2000 પોલીસ કર્મીઓ આ ડિમોલેશનના કામમાં હાજર રહ્યા છે સાથે 50 JCB અને હિટાચીનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે ફેઝ 2ની વાત કરીએ અંદાજિત 8000 જેટલા કાચા પાકા બાંધકામ દૂર કરવામાં આવશે સાથે 2.50 લાખ સ્ક્વેર મીટર જમીન ખાલી કરાવાશે. સાથે 3000 પોલીસ કર્મીઓ અને 25 SRP ટુકડીઓ બંદોબસ્તમાં ખડે પગ હાજર રહેશે. ફેઝમાં પણ 50 JCB અને હિટાચી મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

ચંડોળા ડિમોલેશન જોવા લોકો મોટી સંખ્યામાં એકત્રિત
ચંડોળા વિસ્તારમાં બાંધકામ તૂટી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા તમામ જગ્યા ખાલી હોવા અંગે ચકાસણી કરી રહી છે. જો કોઈ પણ વ્યક્તિ પોતાનું મકાન ખાલી ન કર્યું હોય અથવા તેમનો સામાન પડ્યો હોય તો તેને ખાલી કરવામાં આવે છે પોલીસ દ્વારા તમામ લોકોને અત્યારે ખાલી કરવામાં આવી રહ્યા છે. લોકો પણ ચંડોળા ડિમોલેશન જોવા માટે મોટી સંખ્યામાં એકત્રિત થયા છે. આ સમગ્ર ડિમોલેશનમાં ક્રાઈમ બ્રાન્ચ JCP સેક્ટર 2 JCP અને ઝોન 6 DSP સહિતના અધિકારીઓ દ્વારા સૂર્યનગર પોલીસ ચોકીથી લઈને શાહ આલમ સુધી ગાડીઓના કાફલા સાથે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

2 દિવસમાં કામગીરી પૂર્ણ કરાશે
અમદાવાદ શહેરના ચંડોળા તળાવની ફેઝ 2ની કામગીરી આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે પોલીસ અને કોર્પોરેશન દ્વારા બડા તળાવ આસપાસનાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. હાલ બપોરના 2 વાગ્યા સુધી દિવાલ બનાવ્યા બાદ બે દિવસમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

 

3 દિવસ સુધી મકાન ખાલી કરવા નોટીસ અપાઈ
બે દિવસમાં સમગ્ર ડીમોલેશન પૂર્ણ કર્યા બાદ 7 ફેઝમાં કાંકરિયા જેમ ચંડોળા તળાવને ડેવલપ કરાવશે. કામગીરી શરૂ કરતાં પહેલાં છેલ્લા ત્રણ દિવસથી ચંડોળા તળાવમાં રહેતા લોકોને મકાનો ખાલી કરી દેવા માટે ગાડી ફેરવી માહિતી જાણ કરવામાં આવે છે જે લોકો વર્ષ 2010થી પહેલા રહેતા હોય તેઓને શરતોને આધીન EWS આવાસ યોજનાના મુજબ મકાન ફાળવવા માટે મળવાપાત્ર લીમડા ખાતે આવેલી વોર્ડ ઓફિસમાંથી ફોર્મ આપવામાં આવી રહ્યા છે.

Back to top button