અફઘાન મંત્રીએ ફરી કરી પ્રેસ કોન્ફરન્સ, પહેલી હરોળમાં જોવા મળી મહિલા પત્રકાર, ગઈ વખતે ન બોલાવવા બદલ આપી સ્પષ્ટતા

નવી દિલ્હીઃ 12 ઓક્ટોબરઃ 2025: અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકીએ રવિવારે (12 ઓક્ટોબર) દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં મહિલા પત્રકારોને પણ બોલાવવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં મહિલા પત્રકારો પહેલી હરોળમાં બેઠેલી જોવા મળી હતી.
#WATCH | Delhi | On the ban on education for women in his country, Afghanistan Foreign Minister Amir Khan Muttaqi says, “There is no doubt that Aghanistan has relations with Ulema Madaris and with Deoband perhaps greater than others. With regards to education, at present we have… pic.twitter.com/XYKsAViqL5
— ANI (@ANI) October 12, 2025
આ પહેલાં શુક્રવારે (10 ઓક્ટોબર) યોજાયેલી પત્રકાર પરિષદમાં મહિલા પત્રકારોને બોલાવવામાં આવ્યા નહોતા. આ અંગે વિવાદ પણ થયો હતો. મુત્તકીએ ગત વખતે મહિલા પત્રકારોને ન બોલાવવા બદલ સ્પષ્ટતા પણ આપી. તેમણે જણાવ્યું: “આ ફક્ત ટેક્નિકલ કારણોસર બન્યું હતું. સમય ઓછો હોવાથી ગત વખતે પત્રકારોની નાની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ સિવાય બીજો કોઈ ઇરાદો નહોતો.”
#WATCH | Delhi | Afghanistan Foreign Minister Amir Khan Muttaqi says, “… I met the Minister of External Affairs of India and talked about economy, trade, and other issues. During the meeting, the EAM of India announced the upgrading of their mission in Kabul to Embassy level… pic.twitter.com/CdbCEKDEVg
— ANI (@ANI) October 12, 2025
મુત્તકીની પત્રકાર પરિષદની 5 મુખ્ય વાતો…
- મહિલાઓના શિક્ષણ પર- મુત્તકીએ કહ્યું કે તેમના દેશમાં કુલ 1 કરોડ વિદ્યાર્થીઓ શાળા અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરી રહ્યા છે, જેમાં 28 લાખ મહિલાઓ અને છોકરીઓનો સમાવેશ થાય છે. ધાર્મિક મદરેસાઓમાં પણ આ શિક્ષણ સ્નાતક (ગ્રેજ્યુએશન) સ્તર સુધીનું છે. કેટલાક ક્ષેત્રોમાં મર્યાદા છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ શિક્ષણની વિરુદ્ધ છે. મહિલાઓના શિક્ષણને ધાર્મિક રીતે ‘હરામ’ જાહેર કરાયું નથી, પરંતુ તેને હજુ બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મુલતવી રાખવામાં આવ્યું છે.
- ભારતીય દૂતાવાસ ફરી શરૂ કરવા પર મુત્તકીએ ભારતના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી અને અર્થવ્યવસ્થા, વેપાર અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. બેઠક દરમિયાન ભારતના વિદેશ મંત્રીએ જાહેરાત કરી કે ભારત કાબુલમાં પોતાના મિશનને દૂતાવાસમાં અપગ્રેડ કરશે અને કાબુલના રાજદ્વારીઓ ટૂંક સમયમાં નવી દિલ્હી આવશે.
- ભારત સાથે વેપાર, ઉડાન અને રોકાણ પર બેઠક દરમિયાન ભારતના વિદેશ મંત્રીએ કાબુલ અને દિલ્હી વચ્ચેની ફ્લાઇટ્સની સંખ્યા વધારવાની જાહેરાત કરી. આ ઉપરાંત બંને પક્ષોએ વેપાર અને અર્થવ્યવસ્થા પર સમજૂતી કરી. અફઘાનિસ્તાને ભારતને ખાસ કરીને ખનીજ, કૃષિ અને રમતગમતના ક્ષેત્રોમાં રોકાણ માટે આમંત્રિત કર્યું. બેઠકમાં ચાબહાર બંદરગાહ પર પણ ચર્ચા થઈ. અફઘાનિસ્તાને વાઘા બોર્ડર ખોલવા વિનંતી કરી, જે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેનો સૌથી ઝડપી અને સરળ વેપાર માર્ગ છે.
- ભારતીય પત્રકારના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું મુત્તકીએ 2021માં અફઘાનિસ્તાનમાં માર્યા ગયેલા ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં અફઘાનિસ્તાનમાં કોઈ પત્રકાર ઘાયલ થયો નથી. અમને દરેક મોતનું દુ:ખ છે. તેમણે કહ્યું કે 40 વર્ષ સુધી સોવિયત, અમેરિકા અને નાટોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો, પરંતુ હવે દેશ આઝાદ છે અને પોતાના દમ પર ઊભો છે. અફઘાનિસ્તાનમાં કોઈ સમસ્યા નથી અને ત્યાં બધું બરાબર છે.
- પાકિસ્તાની લોકોથી મુશ્કેલી નથી, પણ કેટલાક લોકો સમસ્યા ઊભી કરી રહ્યા છે પાકિસ્તાનના સવાલો પર મુત્તકીએ ઉર્દૂમાં જવાબ આપ્યો. તેમણે કહ્યું- પાકિસ્તાનની જનતા સાથે અમારી કોઈ દુશ્મની નથી, પરંતુ કેટલાક લોકો સમસ્યા ઊભી કરે છે. પાકિસ્તાનની ‘શરારત’ (ખરાબ વર્તન)ના જવાબમાં અફઘાનિસ્તાને એક ઑપરેશન શરૂ કર્યું હતું, જેને કતર અને સાઉદી અરબની મદદથી રોકી દેવામાં આવ્યું. તેમણે કહ્યું કે અમારી સાથે વાત કરો, અમે શાંતિ ઇચ્છીએ છીએ, નહીં તો અમારી પાસે બીજા રસ્તાઓ પણ છે.
#WATCH | Delhi | On the tensions between Pakistan and Afghanistan, Afghanistan Foreign Minister Amir Khan Muttaqi says, “… The people of Pakistan, in the majority, are peace-loving and want good relations with Afghanistan. We have no issues with the Pakistani civilians. There… pic.twitter.com/knw7pYOFSx
— ANI (@ANI) October 12, 2025
મુત્તકીએ કહ્યું કે પાકિસ્તાન તાલિબાન (TTP) અફઘાનિસ્તાનમાં નથી, પરંતુ પાકિસ્તાને તેના આતંકી ગ્રૂપ્સને રોકવા પડશે. તાલિબાનના ઝંડા તરફ ઇશારો કરતા મુત્તકીએ કહ્યું- આ અમારો ઝંડો છે. આ માટે અમે ‘જીહાદ’ લડ્યો.
તાલિબાનનું શાસન
તાલિબાન શાસને મહિલાઓની ભણતર, નોકરી અને આઝાદી બધું છીનવી લીધું અફઘાનિસ્તાનમાં તાલિબાને મહિલાઓની જિંદગી ખૂબ મુશ્કેલ કરી દીધી છે. તેમના બહાર નીકળવા, બોલવા અને કામ કરવા પર માત્ર એટલા માટે રોક લગાવી દેવામાં આવી છે, કારણ કે તેઓ મહિલાઓ છે. 2021માં સત્તામાં પાછા ફર્યા પછી તાલિબાને મહિલાઓ પર ઢગલાબંધ પાબંધીઓ લાદી દીધી. છોકરીઓના સાતમા ધોરણથી ઉપરના અભ્યાસ પર પ્રતિબંધ મૂક્યો. તેમનું કૉલેજ-યુનિવર્સિટીમાં જવું બંધ કરી દીધું. મહિલાઓ પુરુષ વિના બહાર નીકળી શકતી નથી. 2023માં મહિલાઓના બ્યુટી પાર્લર બંધ કરી દીધા. 2025 સુધીમાં પાર્ક, જિમ, સ્પોર્ટ્સ-ક્લબ પણ મહિલાઓ માટે બંધ કરી દીધા. મહિલા પત્રકારોને ફોટો વીડિયો લેવાથી રોકવામાં આવ્યા, ન્યૂઝ ચેનલમાંથી મહિલાઓને હટાવવામાં આવી. UN (સંયુક્ત રાષ્ટ્ર)ના રિપોર્ટ્સ અનુસાર, 11 લાખ છોકરીઓ સ્કૂલ-કૉલેજની બહાર છે. 80% છોકરીઓ ન તો અભ્યાસ કરી રહી છે, ન નોકરી, ન કોઈ ટ્રેનિંગ લઈ રહી છે. આને કારણે ઓછી ઉંમરે થતા લગ્નોની સંખ્યા 25% વધી ગઈ છે. બાળકના જન્મ સમયે મૃત્યુ પામનાર મહિલાઓની સંખ્યા 50% વધી ગઈ. દરરોજ 1-2 સ્ત્રીઓ આત્મહત્યા કરી રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાતના આ જિલ્લામાં ભાજપને મોટો ઝટકો, નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત 8 કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા
આ પણ વાંચોઃ ગુજરાત: મંત્રીમંડળના વિસર્જન પહેલા મંત્રીઓની કફોડી સ્થિતિ, દિવાળી કાર્ડમાં મંત્રી લખવું કે MLA!












