ટ્રેન્ડિંગમનોરંજન

અલ્લાહને માસ કે લોહી નથી જોઈતું, બકરી ઈદ પર સારા અલી ખાનનો મેસેજ

Sara Khan Eid Message: ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સારા ખાને (Sara Khan) બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા) ના અવસર પર સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો શેર કરીને ચાહકોને એક મોટો સંદેશ આપ્યો છે. સારા ખાન આ વીડિયોમાં એનિમલ સેક્રિફાઇઝ (પ્રાણીઓની કુરબાની) ના બદલે આ તહેવારના અસલી અને આધ્યાત્મિક મહત્વ વિશે વાત કરતી જોવા મળી રહી છે. સારાએ જણાવ્યું કે, ઈદ-ઉલ-અઝહા માત્ર એક સેલિબ્રેશન નથી, પરંતુ તે સાચી આસ્થા, કરુણા અને સમર્પણનો પર્વ છે. સોશિયલ મીડિયા પર તેના આ પ્રગતિશીલ વિચારોની જોરદાર પ્રશંસા થઈ રહી છે.

સારા ખાને શેર કરેલા વીડિયોમાં લખ્યું છે કે, ઈદ-ઉલ-અઝહા માત્ર નવા કપડાં પહેરવા, સારું ખાવા કે માત્ર ધાર્મિક વિધિઓ કરવા પૂરતો મર્યાદિત નથી. આ તહેવાર આપણને આસ્થાના સૌથી ઊંડા સ્વરૂપની યાદ અપાવે છે. પેગંબર ઈબ્રાહિમની વાર્તા આપણને અલ્લાહ પર સંપૂર્ણ વિશ્વાસ, નેક નિયત, પવિત્ર દિલ અને ઈશ્વર ખાતર પોતાની સૌથી પ્રિય વસ્તુનો ત્યાગ કરવાનું સાહસ શીખવે છે.

‘અલ્લાહને માસ કે લોહી નથી જોઈતું, તે માત્ર આપણી નિયત જુએ છે’

પોતાના સંદેશમાં સારા ખાને આગળ લખ્યું કે, “પેગંબર ઈબ્રાહિમનો ઈતિહાસ આપણને એ જ શીખવે છે કે આપણું દિલ સાફ હોવું જોઈએ. અલ્લાહને કોઈ માસ કે લોહીની જરૂર નથી, અલ્લાહ તો માત્ર આપણા મનની શુદ્ધ નિયત અને ઈરાદા જુએ છે.”

આ વીડિયોના કેપ્શનમાં અભિનેત્રીએ એક ખાસ વાત ઉમેરતાં લખ્યું કે, “આશા રાખું છું કે આ ઈદ પર આપણું જે બલિદાન (સેક્રિફાઇઝ) હોય તે આપણો અહંકાર (ઈગો) હોય અને તેના બદલામાં આપણને ઈનામ તરીકે એક સાફ અને પવિત્ર દિલ મળે. ઈદ મુબારક.”

કૃષ પાઠક સાથે કોર્ટ મેરેજ કરીને ચર્ચામાં આવી હતી સારા

તમને જણાવી દઈએ કે સારા ખાન ગયા વર્ષે ત્યારે ભારે ચર્ચામાં આવી હતી જ્યારે વર્ષ 2025 માં તેણે એક્ટર કૃષ પાઠક (Krish Pathak) સાથે પોતાના લગ્નની જાહેરાત કરી હતી. બંનેએ કોઈ ધામધૂમ વિના શાંતિથી કોર્ટ મેરેજ કર્યા હતા અને ત્યારબાદ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અચાનક લગ્નના આ ફોટા જોઈને ફેન્સ પણ ચોંકી ગયા હતા. અલગ-અલગ ધર્મમાં લગ્ન કરવાના કારણે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ બંનેને ટ્રોલ પણ કર્યા હતા, તો ઘણા ચાહકોએ આ નવદંપતીને લગ્નની શુભકામનાઓ પાઠવી હતી.

સુનીલ લહેરીના પુત્ર છે સારાના બીજા પતિ કૃષ

સારા ખાનના બીજા પતિ કૃષ પાઠક પણ એક એક્ટર છે. ખાસ વાત એ છે કે, કૃષ પાઠકના પિતા અન્ય કોઈ નહીં પરંતુ રામાનંદ સાગરની ઐતિહાસિક સિરિયલ ‘રામાયણ’ માં લક્ષ્મણનું અમર પાત્ર ભજવનાર જાણીતા અભિનેતા સુનીલ લહેરી (Sunil Lahri) છે.

બિગ બોસ 4 માં કર્યા હતા પહેલા લગ્ન

સારા ખાન ટીવી જગતનો એક બહુ મોટો ચહેરો રહી ચૂકી છે. તેણે ‘સપના બાબુલ કા…બિદાઈ’ જેવી સુપરહિટ સિરિયલમાં સાધનાનો મુખ્ય રોલ પ્લે કરીને દેશભરમાં લોકપ્રિયતા મેળવી હતી. આ શો પછી તે વિવાદિત રિયાલિટી શો ‘બિગ બોસ 4’ (Bigg Boss 4) માં જોવા મળી હતી. આ શો દરમિયાન તે અલી મર્ચન્ટ સાથે રિલેશનશિપમાં આવી હતી અને બંનેએ નેશનલ ટીવી પર શોની અંદર જ લગ્ન કરી લીધા હતા. જો કે, આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહોતા અને લગ્નના માત્ર 1 વર્ષ બાદ જ બંનેના છૂટાછેડા (તલાક) થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DySPની ધરપકડ, પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો

આ પણ વાંચોઃ કેન્યામાં ગર્લ્સ બોર્ડિંગ સ્કૂલના હોસ્ટેલમાં લાગી ભીષણ આગ, 16 વિદ્યાર્થીનીઓના મોત અને 79 ઘાયલ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button