Amazon પર Primeમાં ફસાવવાનો આરોપ, 2.5 અબજ ડોલરમાં વિવાદનું સમાધાન

ન્યુયોર્ક, 26 સપ્ટેમ્બર, 2025: ઇ-કોમર્સ ક્ષેત્રેની દિગ્ગજ કંપની એમેઝોન (Amazon)ને પોતાના લોકપ્રિય સબસ્ક્રિપ્શન પોગ્રામ Prime સાથે સંકળાયેલા વિવાદને ખત્મ કરવા માટ ભાર રકમ ચૂકવવાનો વારો આવ્યો છે. કંપની પર આરોપ હતો કે તેણે ગ્રાહકોને ગુમરાહ કરીને Prime મેમ્બરશિપમાં સામેલ કર્યા હતા અને બાદમાં તેમની પાસેતી જબરદસ્તીથી ફી વસૂલી હતી. હવે આ માલે Amazonએ 2.5 અબજ ડોલર ચૂકવીને સમાધાન કર્યુ છે. આ સમજૂતિ અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશન (FTC)સાથે થઇ છે.
શું મામલો છે?
ફેડરલ ટ્રેડ કમિશને આરોપ લગાવ્યો હતો કે એમેઝોને ગ્રાહકોને પ્રાઇમમાં નોંધણી કરાવવા માટે ગેરમાર્ગે દોર્યા હતા અને બાદમાં તેમના સબ્સ્ક્રિપ્શન રદ કરવાનું અત્યંત મુશ્કેલ બનાવ્યું હતું. ઘણા લોકો અનિચ્છાએ પ્રાઇમમાં જોડાયા હતા, અને કેટલાક રદ કરવા માંગતા હતા પરંતુ જટિલ પ્રક્રિયાને કારણે તેમ કરવામાં અસમર્થ હતા.
દંડ અને વળતર
સમાધાન હેઠળ, એમેઝોન ગ્રાહકોને 1 અબજ દંડ અને ગ્રાહકોને 1.5 અબજ ડોલરનુ વળતર ચૂકવશે. આ ફેડરલ ટ્રેડ કમિશનના ઇતિહાસમાં સૌથી મોટો દંડ છે. કંપની 23 જૂન, 2019થી 23 જૂન, 2025 વચ્ચે પ્રાઇમમાં જોડાવા માટે ગેરમાર્ગે દોરાયેલા ગ્રાહકોને 1.5 અબજ ડોલરનું વળતર ચૂકવશે.
એમેઝોનનું વલણ
જોકે, એમેઝોને તાત્કાલિક જવાબ આપ્યો નથી. આ કેસ બે વર્ષ પહેલાં દાખલ કરવામાં આવ્યો હતો અને આ સપ્તાહે સિએટલમાં તેની ટ્રાયલ શરૂ થઈ હતી.
પ્રાઇમ શા માટે મહત્વપૂર્ણ છે?
એમેઝોન પ્રાઇમ ગ્રાહકોને હોલ ફૂડ્સમાં ઝડપી ડિલિવરી, વિડિઓ સ્ટ્રીમિંગ, સંગીત, ઇ-બુક્સ અને ડિસ્કાઉન્ટ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. તેનો ખર્ચ વાર્ષિક 139 ડોલર અથવા દર મહિને 14.99 ડોલર છે. હાલમાં પ્રાઇમના વિશ્વભરમાં 20 કરોડથી વધુ સભ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેણે જુલાઈ 2025ના ક્વાર્ટરમાં તેની સબ્સ્ક્રિપ્શન સેવાઓમાંથી 12 અબજ ડોલરથી વધુની આવક મેળવી હતી, જે પાછલા વર્ષ કરતા 12 ટકા વધુ છે.
આ પણ વાંચોઃ હવે શેરની પસંદગીમાં થશે AIનો ઉપયોગ, જાણો સ્ટોક માર્કેટમાં ChatGPTની મદદથી રોકાણમાં કેટલું જોખમ?












