ટ્રેન્ડિંગનેશનલ
સાન્તાક્લોઝનું અપમાન કર્યા બાદ AAP ના ત્રણ વરિષ્ઠ નેતાઓની મુશ્કેલી વધી, દિલ્હી પોલીસે FIR નોંધાવી

- નવી દિલ્હી: દિલ્હી પોલીસે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં આમ આદમી પાર્ટી (AAP) ના વરિષ્ઠ નેતાઓ સૌરભ ભારદ્વાજ, સંજય ઝા અને આદિલ અહેમદ ખાન સામે FIR દાખલ કરી છે. આ કાર્યવાહી કનોટ પ્લેસમાં આયોજિત એક રાજકીય સ્કિટના વિડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ કરવામાં આવી છે.
- શું છે સમગ્ર મામલો?
- ફરિયાદ મુજબ, 17 અને 18 ડિસેમ્બર 2025ના રોજ આ નેતાઓએ તેમના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક વિડિયો પોસ્ટ કર્યો હતો. આ વિડિયામાં ક્રિસમસના પવિત્ર પ્રતીક ‘સાન્તા ક્લોઝ’નો મજાકીયા અને અપમાનજનક રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. વિડિયોમાં ખ્રિસ્તી સમુદાયના આદરણીય પ્રતીક સાન્તા ક્લોઝને રસ્તા પર બેહોશ પડી ગયેલા દર્શાવવામાં આવ્યા છે અને રાજકીય સંદેશ આપવા માટે તેમને એક પ્રોપ (સાધન) તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યા છે.
- આટલું જ નહીં, વિડિયોમાં નકલી CPR આપતા બતાવી સાન્તા ક્લોઝનો મજાક ઉડાવવામાં આવ્યો છે, જેના કારણે સેન્ટ નિકોલસ અને ક્રિસમસ પર્વની પવિત્રતાને ઠેસ પહોંચ્યાનો દાવો કરવામાં આવ્યો છે.
- ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ બધું જાણબૂઝીને અને દુર્ભાવનાપૂર્ણ રીતે કરવામાં આવ્યું, જેથી ઈસાઈ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકાય. આગમનના અંતિમ દિવસોમાં ધાર્મિક પ્રતીકનો આ રાજકીય ઉપયોગ ખ્રિસ્તી ધર્મનું અપમાન માનવામાં આવે છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ધાર્મિક પ્રતીકની જાહેરમાં મજાક ઉડાવવી એ IPCની કલમ 302નું ઉલ્લંઘન છે. દિલ્હી પોલીસે આ મામલે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે.
- આ પણ વાંચો: હીરોઈનને પણ ટક્કર મારે તેવા આ મહિલા DSP કોણ છે, તેમના જન્મદિવસ પર રોબોટ કેક લઈને આવ્યો












