ગુજરાતટોપ ન્યૂઝ

AAP Gujarat : દિલ્હી બાદ અમદાવાદમાં પણ લાગ્યા ‘મોદી હટાવો, દેશ બચાઓ’ ના બેનર !

આમ આદમી પાર્ટી દ્વારા હમણાં થોડા સમય અગાઉ દિલ્હીમાં ‘મોદી હટાવો, દેશ બચાઓ’ ના પોસ્ટર સમગ્ર દિલ્હીમાં લગવાયા હતા, ત્યારબાદ દિલ્હી પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાતના અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ‘મોદી હટાવો, દેશ બચાઓ’ ના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના બે મોટા નેતાઓ હાલ ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલની હવા ખાઈ રહ્યા છે. તેમાં પણ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને અરવિંદ કેજરીવાલના ખાસ મનીષ સિસોદિયાની ધરપકડ થયા બાદ પાર્ટી વધુ આક્રમક બની હોય તેવું લાગી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ પણ હમણાં દિલ્હી વિધાનસભા સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકારા પ્રહારો કર્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી સહિત ઠેર ઠેર સરકાર પર આકારા પ્રહાર કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : CAG Report : ગુજરાત સરકારની નાણાંકીય પ્રણાલીમાં ઘણી ક્ષતિ, વાસ્તવિક બજેટ તૈયાર કરવા સૂચન

ગઈ કાલે રાત્રે આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ‘મોદી હટાવો, દેશ બચાઓ’ ના  બેનર લગાવવામાં આવ્યા હતા ત્યારે હવે દિલ્હી પોલીસની જેમ ગુજરાત પોલીસ પણ કાર્યવાહી કરશે કે કેમ તેના પર સૌ કોઇની નજર મંડરાયેલી છે.

Back to top button