ટ્રેન્ડિંગનેશનલમીડિયા

દોઢ વર્ષ બાદ જીવતો ઘરે પરત ફર્યો યુવક અંતિમ સંસ્કાર કરાયેલા મૃતદેહનું રહસ્ય ગાઢ બન્યું

Man Returned Home Alive After A Year: ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પરિવારે જે યુવકને મૃત માનીને તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા તે જ યુવક દોઢ વર્ષ બાદ અચાનક જીવતો ઘરે પરત ફર્યો. આ ઘટનાથી પરિવારજનો સાથે પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ છે અને હવે જે અજાણ્યા મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો તેની ઓળખ અંગે ફરી તપાસ શરૂ કરવામાં આવી છે.

પરિવાર કરી રહ્યો હતો શુદ્ધિ વિધિ

સૈદપુર ગામના રહેવાસી કમલસિંહ પરિવાર સાથે થયેલા વિવાદ બાદ ઘર છોડીને ચાલ્યા ગયા હતા. લાંબા સમય સુધી તેમનો કોઈ સંપર્ક ન થતા પરિવારને લાગ્યું કે તેમનું અવસાન થઈ ગયું છે. થોડા સમય પહેલા હાઇવે નજીક મળેલા અજાણ્યા મૃતદેહને પરિવારે કમલસિંહનો હોવાનું માની તેની ઓળખ કરી હતી અને ત્યારબાદ અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. અંતિમ સંસ્કાર બાદ પરિવાર શુદ્ધિ વિધિ કરી રહ્યો હતો ત્યારે કમલસિંહ અચાનક ઘરે પહોંચી જતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પાણીપતમાં મજૂરી કરતા હતા

કમલસિંહે જણાવ્યું કે ઘર છોડ્યા બાદ તેઓ હરિયાણાના પાણીપતમાં મજૂરી કામ કરતા હતા. ત્યાં એક અકસ્માતમાં તેમનો પગ તૂટી જતાં તેઓ પરિવાર સાથે સંપર્ક કરી શક્યા નહોતા. મોબાઇલ પણ બંધ થઈ જતાં પરિવાર સુધી કોઈ માહિતી પહોંચી નહોતી.

હવે મૃતદેહની ઓળખ સૌથી મોટો સવાલ

કમલસિંહ જીવતા મળી આવ્યા બાદ હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે જે મૃતદેહને કમલસિંહ માનીને પરિવારને સોંપવામાં આવ્યો હતો તે હકીકતમાં કોનો હતો. પોલીસે સમગ્ર કેસની ફરી તપાસ શરૂ કરી છે અને મૃતદેહની સાચી ઓળખ મેળવવા માટે જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ફરી શરૂ કરી તપાસ

પોલીસ અધિકારીઓએ કમલસિંહની પૂછપરછ શરૂ કરી છે. સાથે જ જે અજાણ્યા મૃતદેહનો પોસ્ટમોર્ટમ અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો તેની ઓળખ માટે તમામ ઉપલબ્ધ પુરાવાઓની ફરી તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદમાં શાળાઓ શરૂ કરવા DEOની માર્ગદર્શિકા, સ્થાનિક સ્થિતિ મુજબ લેવાશે નિર્ણય

Back to top button