ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

વાવ-થરાદમાં એક કોમ્પ્લેક્સમાં લાગી ભીષણ આગ: કાપડ-હેન્ડલૂમ દુકાનો બળીને ખાખ

વાવ-થરાદ (બનાસકાંઠા), 6 નવેમ્બર 2025: પૂનમની રજાના દિવસે વાવ તાલુકાના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા કોટેશ્વર કોમ્પ્લેક્સમાં બુધવારે સવારે અચાનક ભીષણ આગ લાગી હતી. આ આગમાં રેડીમેડ કપડાં અને હેન્ડલૂમની બે મોટી દુકાનો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી, જેના કારણે અંદાજે 15 થી 20 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. સદનસીબે, સમયસર પગલાં લેવાથી કોઈ જાનહાનિ થઈ નથી.

મળતી માહિતી પ્રમાણે આગ સવારે આશરે 9:30 વાગ્યે લાગી હોવાનું જાણવા મળ્યું છે. પ્રથમ દૃષ્ટિએ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે આગ ફેલાઈ હોવાનું મનાય છે. કોમ્પ્લેક્સમાં રેડિમેટ કપડાં અને કાપડનો મોટો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ અને બિલ્ડિંગના ઉપલા માળ સુધી પહોંચી ગઈ. સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓએ તુરંત પાણીના ડોલ વડે આગ ઓલવવાના પ્રયાસ કર્યા, પરંતુ આગની તીવ્રતા વધતાં અફરાતફરી મચી ગઈ.

સ્થાનિકોએ તાત્કાલિક થરાદ ફાયર સ્ટેશનને જાણ કરી. થરાદથી બે ફાયર ફાઇટર વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા અને લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, “આસપાસની દુકાનોને બચાવવા માટે અમે ત્વરિત કાર્યવાહી કરી. પરંતુ બે દુકાનોનો માલ અને ફર્નિચર સંપૂર્ણપણે નષ્ટ થયું છે.”

આ પણ વાંચો: શું ભુત કરી રહ્યું છે પથ્થરમારો? લોકો આખી રાત જાગી કરી રહ્યા છે ચોકીદારી, પોલીસ પણ આ રહસ્યથી ચોંકી ઉઠી!

Back to top button