ટ્રેન્ડિંગવર્લ્ડ

ચોરના પ્રેમમાં પડી છોકરી, પહેલા 11 લાખ ખોયા તો પછી કરવા લાગી લૂંટ

  • ચીનની એક છોકરી પોતાનું દિલ ચોરને દઈ બેઠી
  • છોકરીએ પ્રેમમાં પહેલા 11 લાખ ગુમાવ્યા અને પછી પ્રેમી માટે લૂંટ શરૂ કરી
  • ચોર પ્રેમીના કારણે હવે છોકરીને જેલમાં રહેવાનો આવ્યો વારો

શાંઘાઈ, 16 જૂન: કહેવાય છે કે પ્રેમ કોઈપણ સમજદાર વ્યક્તિને પણ ભ્રમિત કરી શકે છે. શું કોઈ પ્રેમમાં એટલો બધો પાગલ હોઈ શકે કે તે તેના પ્રેમી દ્વારા જ છેતરાઈ જાય અને બધું જાણ્યા પછી પણ તે તેના પ્રેમી માટે લૂંટ કરવાનું શરૂ કરી દે? જે ચોરને યુવતી પોતાનું સર્વસ્વ માનવા લાગી એ જ ચોરે તે યુવતી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ તો ઠીક પણ આ બધું જાણતા હોવા છતાં પણ તેણીએ તેના પ્રેમી માટે લૂંટ કરવાનું શરૂ કર્યું. છોકરીનું નસીબ એવું હતું કે તે હવે તે જેલના સળિયા પાછળ છે અને તેની સજા ભોગવી રહી છે. આ છોકરીની કહાની તમને વિચારવા પર મજબુર કરી દેશે.

મામલો ચીનના શાંઘાઈ શહેરનો છે. અહેવાલો અનુસાર, 40 વર્ષની એક મહિલા એક ઠગના પ્રેમમાં પડે છે. હુ નામની એક મહિલાને ગયા વર્ષે મે મહિનામાં ઓનલાઈન ડેટિંગ એપ પર ચેન નામના પુરુષ સાથે પ્રેમ થઈ ગયો હતો. ચેને હુને ખાતરી આપી કે તે ખૂબ સારા વ્યક્તિ અને રોકાણકાર છે. હુને છેતરીને તેણે તેને 11 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું. જ્યારે હુએ પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણીને સમજાયું કે તે છેતરપિંડીનો શિકાર બની ગઈ છે.

પ્રેમી માટે લૂંટ કરવાનું શરુ કર્યું

જ્યારે હુએ છેતરપિંડી થયા બાદ ચેનનો સંપર્ક કર્યો, ત્યારે ચેને ફરીથી એક નવી કહાની સંભળાવી અને દાવો કર્યો કે તે મ્યાનમારમાં એક કૌભાંડમાં ફસાઈ ગયો હતો અને તેથી જ તે તેના પૈસા ઉપાડી શક્યો ન હતો. આટલું કર્યા પછી પણ હુ ભાનમાં ન આવી. કારણ કે તેની આંખો આડો પ્રેમનો પડદો હતો. આ બધુ થયા બાદ યુવતી તેના પ્રેમી ચેનને આર્થિક નુકસાનથી બહાર લાવવા માટે પોતે લૂંટ કરવાનું કામ શરૂ કર્યું. ચેનની સાથે તેણીએ પણ લોકોને છેતરવાનું શરૂ કર્યું. ચેન હુના ખાતામાંથી જ કપટપૂર્ણ વ્યવહારો કરતો હતો. જેના બદલામાં હુને રકમનો એક પણ ભાગ આપવામાં આવ્યો હતો.

પોલીસે કરી હુની ધરપકડ

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પોલીસે હુની ધરપકડ કરી હતી. હુએ પોતાના કબૂલાતમાં પોલીસને સમગ્ર સત્ય જણાવ્યું હતું. તેણી પોતે ચેનની છેતરપિંડીનો ભોગ બની હોવાથી, તેણીને માત્ર અઢી વર્ષની જેલ અને દંડની સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો: Marry Me..! પ્રેમનો આવો પ્રસ્તાવ તમે ક્યારેય નહીં જોયો હોય… પ્રેમીએ 6500 કિલોમીટરના પટ પર લખ્યું…

Back to top button