ગુજરાત

રાજ્ય સરકારની ભેટ, અમદાવાદમાં અટલ બ્રિજ પાસે કલા અને સંસ્કૃતિનું કેન્દ્ર બનશે

ગુજરાત સરકારે અમદાવાદને એક વધુ ભેટ આપી છે. જેમાં અમદાવાદ કલા અને સંસ્કૃતિનું કેન્દ્ર બનશે તેના લગભગ 65 કરોડનું કલ્ચર સેન્ટર બનાવાશે. તેમજ કલ્ચર સેન્ટરમાં એક્ઝિબિશન હોલ બનાવવામાં આવશે સાથે શોપિંગ સેન્ટર, ખાણી પીણીનું બજાર સાથે આર્ટ પણ જોવા મળશે.

કેન્દ્રમાં કલાત્મક પ્રદર્શનો યોજી શકાશે

મ્યુનિ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેન્ટરમાં એક મુખ્ય હૉલ હશે. જેમાં કલાત્મક પ્રદર્શનો યોજી શકાશે, એ પ્રદર્શનો આર્ટ એન્ડ કલ્ચર અને તેને લગતી પ્રવૃત્તિઓ માટે પણ ચિત્ર, સંગીત, ફિલ્મ અને નાટયના કલાકારોના પ્રવચનો અને સેમિનારો યોજી શકાશે. આ હૉલની નજીક ત્રણ નાના હૉલ બાંધવામાં આવશે જેથી નાના નાના કાર્યક્રમો, પ્રદર્શનો યોજી શકાય. જેમને મુખ્ય હોલનું બુકિંગ હાઉસફુલ હોય તે દિવસોમાં આ નાના હૉલ પ્રાપ્ત થઈ શકશે. સેન્ટરના અન્ય ભાગમાં નાનો બગીચો હશે.

રાજ્ય સરકાર દ્વારા લીલીઝંડી મળી ગઈ

સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વના છેડે મુંબઈ, દિલ્હી, બેંગલુરુની જેમ રૂ. 60થી 65 કરોડના ખર્ચે એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક્ઝિબિશન કમ આર્ટ, કમ કલ્ચરલ સેન્ટર બાંધવાની એક યોજનાને રાજ્ય સરકાર દ્વારા લીલીઝંડી મળી ગઈ છે અને અમદાવાદના એક ડિઝાઇન સ્ટુડિયોને તેની આકર્ષક ડિઝાઇન તૈયાર કરવાની કામગીરી સુપરત કરવામાં આવી છે. જો આ ડિઝાઇન સમયસર તૈયાર થઈ જશે તો ચાલુ વર્ષ 2022ના અંત ભાગ પહેલાં આ સેન્ટરનું લોકાર્પણ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. રિવરફ્રન્ટના છેડા પર અટલ ફૂટ ઓવરબ્રિજ છે તે ફૂટબ્રિજના પૂર્વના છેડાની પાસે જ આ સેન્ટર બાંધવામાં આવશે અને તે અટલ ફૂટબ્રિજની જેમ પૂર્વના લોકો માટે હરવા ફરવા સાથે કલા અને સંસ્કૃતિનું કેન્દ્ર પણ બની રહેશે.

Back to top button