નેશનલ

દેશના આ રાજ્યમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝાનો રાફડો ફાટ્યો, બે મહિનામાં આટલા કેસ નોંધાયા

Text To Speech

દેશમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2ના કેસમાં વધારો થયો છે. કેન્દ્ર દ્વારા પણ કેસોની સતત તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ઓડિશામાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના કારણે આરોગ્ય તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. અને લોકોને સાવચેત રહેવા અપીલ કરી રહ્યું છે.

ઓડિશામાં બે મહિનામાં H3N2 કુલ 59 કેસ નોંધાયા

કોરોના બાદ દેશમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2એ લોકોને ઝપેટમાં લેવાનું શરુ કરી દીધું છે. દેશમાં આ વાયરસ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે દેશમાં ઓડિશા રાજ્યમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કેસ સૌથી વધુ ઢપી ફેલાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઓડિશામાં 59 H3N2 ઈન્ફલ્યુએન્ઝા કેસની પુષ્ટિ થઈ છે.

H3N2 વાયરસ-humdekhengenews

H3N2 ઈન્ફલ્યુએન્ઝાના કોરોના જેવા જ લક્ષણો

પ્રાદેશિક મેડિકલ રિસર્ચ સેન્ટર ભુવનેશ્વરના ડાયરેક્ટર ડૉ. સંઘમિત્રાએ જણાવ્યુ હતુ કે ઓડિશામાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં એકત્રિત કરવામાં આવેલા 225 નમૂનાઓમાંથી કુલ 59 H3N2 ઈન્ફલ્યુએન્ઝા ઈન્ફલ્યુએન્ઝા કેસ નોંધાયા છે. તેમનું કહેવું છે કે તેના લક્ષણો પણ કોરોના જેવા તાવ અને ઉધરસ સહિત ફ્લૂ વાયરસ જેવા જ છે.

આરોગ્ય વિભાગે સતર્ક રહેવા કરી અપીલ

ઓડિશાના આરોગ્ય સચિવે સમગ્ર રાજ્યમાં H3N2 વાયરસના કેસોમાં તીવ્ર ઉછાળા વચ્ચે ઈન્ફલ્યુએન્ઝા અંગે તમામ જિલ્લા વહીવટીતંત્રોને સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે H1N1 અને H3N2 ઈન્ફલ્યુએન્ઝા A વાયરસના પેટા પ્રકાર છે. આ સામાન્ય ફ્લૂ વાયરસ ડિસેમ્બરથી માર્ચ સુધી બાળકો અને વૃદ્ધોમાં એકદમ સામાન્ય છે. આ સમય દરમિયાન ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો : ફરી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરી પહોંચાડ્યું નુકસાન, જાણો ક્યાં બની ઘટના

Back to top button